Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

નાણાવટી રે સાજન બેઠુ માંડવે, લાખોપતિ રે સાજન બેઠુ માંડવે..

કાલે શિલ્પા સાબુવાળા સુભાષભાઈ ડી. તન્નાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. અંકિતા - ચિ. જેનિલ

રાજકોટઃ. શિલ્પા પ્રોડકટસ (શિલ્પા સોપ) અને અંકિતા સેલ્સ એજન્સીવાળા શ્રી સુભાષભાઈ ધનજીભાઈ તન્ના (મો. ૯૩૭૭૪ ૨૪૨૫૮) અને શ્રીમતી ક્રિષ્નાબેન તન્નાની સુપુત્રી ચિ. અંકિતાના શુભલગ્ન રાજકોટ નિવાસી એડવોકેટ શ્રી પંકજભાઈ ધીરજલાલ સોઢા અને શ્રીમતી કવિતાબેનના સુપુત્ર ચિ. જેનિલ (સી.એ.) સાથે આવતીકાલે તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ બુધવારે હોટલ અતિથિ દેવો ભવ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ, વેસ્ટ વુડ સ્કૂલ પાસે નિર્ધારેલ છે. જાન આગમન સવારે ૯.૩૦ વાગ્યે થશે. હસ્ત મેળાપ બપોરે ૧૨.૫૨ મીનીટે રાખેલ છે. લગ્નવિધિ પૂર્વે સવારે ૭ થી ૯ ચિ. મિતેષ એસ. તન્નાને યજ્ઞોપવિત ધારણ કરાવવાનો પ્રસંગ ઉજવાશે. રૂડા પ્રસંગે મહેમાનોને સત્કારવા માટે તન્ના પરિવાર અને મોસાળ પક્ષ મોરબીવાળા પ્રદીપભાઈ (ભૂપતભાઈ) અમૃતલાલ ભોજાણી તથા પ્રફુલભાઈ અમૃતલાલ ભોજાણી પરિવારમાં હરખની હેલી ચડી છે.

 

(11:27 am IST)