Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

હીરપરા પરિવારમાં મંગલ અવસરઃ ચિ.શેષાંગ અને ચિ.શ્રુંગાલીના લગ્નની વિઝયુઅલ કંકોત્રી

રાજકોટ તા. ૬ : સુપ્રસિધ્ધ ગાયક રમેશભાઇ હીરપરા અને સરસ્વતી હીરપરાના લાડકવાયા ચિ. શેષાંગના શુભલગ્ન ચિ. શ્રુંગાલી સાથે તા. ૧૮ ના નિરધારેલ છે. ત્યારે આ અવસરને યાદગાર બનાવવા હીરપરા પરિવારે કંકોત્રીને વિડીયો રેકોર્ડના રૂપમાં નવતર રીતે તૈયાર કરી અનોખી પહેલ કરી છે. કાગળનો બચાવ થાય તે હેતુથી પર્યાવરણલક્ષી નિર્ણય લઇ હાઇફાઇ ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ. વિડીયોના માધ્યમથી કંકોત્રી એવી રીતે તૈયાર કરી છે કે જેમાં વ્યકિતગત નામો પણ સામેલ કરાયા છે. રમેશભાઇ હીરપરા (મો.૯૮૨૫૧ ૬૬૩૬૨) પરિવારના આ નવતર પર્યાવરણલક્ષી પ્રયોગને સૌએ આવકાર્યો છે. (૧૬.૩)

(3:35 pm IST)