Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

રીબડા ગામે જાડેજા પરિવારના આંગણે રજવાડી લગ્નોત્સવઃ ચિ.દિવ્યરાજસિંહજી ચિ.સૌ.કા. રક્ષાબા

ગોંડલના પૂર્વ ધારાસભ્ય સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજના મોભી શ્રી મહિપતસિંહજી જાડેજા પરિવારના આંગણે હરખના તેડા

રાજકોટ : સૌરાષ્ટ્રનાં ક્ષત્રિય સમાજના મોભી, વિદ્વાન, આગેવાન ગોંડલ વિધાનસભા મતક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય શ્રીમાન મહિપતસિહજીબાપુ ભાવુભા બાપુ જાડેજાનાં નવયુવાન પુત્ર ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી રીબડા ગામનાં પૂર્વ સરપંચ શ્રીમાન જગતસિંહજી મહિપતસિંહજી જાડેજાના સુપુત્ર ચિ.દિવ્યરાજસિંહજીનાં શુભલગ્ન ગામ ચુડવા નિવાસી ક્ષત્રિય સમાજના મોભી અગ્રણી શ્રીમાન અશોકસિંહજી બળવંતસિંહજી ઝાલાના સુપુત્રી ચિ.રક્ષાબા સાથે તા.૮-૨- ૨૦૧૯ના શુક્રવારનાં શુભદિને શરણાયોના સૂર, રજવાડી ઠાઠમાઠ ઢોલના પડઘમ, ફટાકડાઓના ધૂમધડાકા સાથે રીબડા ગામે જાડેજા પરીવારના આંગણે ધામધૂમપૂર્વક રજવાડી લગ્નોત્સવ નિરધારેલ છે. રીબડા ગામ હરખના હીલોળે ચઢશે. ભોજન સમારંભ તા.૮ના શુક્રવારે સાંજે ૮ કલાકે રીબડા ખાતે રાખેલ છે. રીબડા ગામે જાડેજા પરીવારના આંગણે યોજાનાર રજવાડી લગ્નોત્સવમાં રાજકીય અગ્રણીઓ, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડ, ગોહીલવાડ, ઝાલાવાડ હાલાર સહિતના ક્ષત્રિય સમાજનાં મોભી આગેવાનો ઉદ્યોગપતિઓ. વેપારીઓ તબીબો, વકીલો, અધિકારી, પદાધિકારીશ્રીઓ, દરેક સમાજના આગેવાનશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સાથોસાથ રીબડા જાડેજા પરીવારના  યોજાનાર રજવાડી લગ્ન ઉત્સવની તૈયારી પુર જોશમાં ચાલી રહી છે.  જાડેજા પરીવાર રીબડા શ્રીમાન અનિરૂદ્ઘસિંહજી મહિપતસિંહજી જાડેજા શ્રીમાન પૂર્વ સરપંચ જગતસિંહજી મહિપતસિંહજી જાડેજા શ્રીમાન રાજેન્દ્રસિંહજી મહિપતસિંહજી જાડેજા દ્વારા હરખના તેડાની કંકુ છાંટી કંકોત્રીઓ મોકલી દેવામાં આવેલ છે. (૩૭.૬)

 

(3:30 pm IST)