Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ગોંડલ જોષી પરિવારમાં વિશિષ્ટ લગ્નોત્સવ

સ્વ. કનૈયાલાલ જોષીના પૌત્રી ચિ.નિધિના વૈદિક પરંપરાથી લગ્ન થશે : ત્રણ દિવસ લગ્ન ચાલશે, ૧ર કલાક લગ્નવિધિ : આચાર્યપદે ભકિતપ્રસાદજી ભટ્ટ બિરાજશે

રાજકોટ તા. પ : વેદના પ્રખર જ્ઞાતા સ્વ. શ્રી કનૈયાલાલ ભાઇશંંકરભાઇ જોષીના પરિવારમાં વિશિષ્ટ લગ્નોસવનું આયોજન થયું છે ગોંડલ ખાતે કચ્છી ભાટિયાવાડીમાં તા. ૬ ના મંગળવારે લગ્નવિધિ થશે. ગોંડલ નિવાસી શ્રી નયનકુમાર કનૈયાલાલ જોષી તથા શ્રીમતી હિરલબેનના સુપુત્રી ચિ. નિધિના શુભલગ્ન જામનગર નિવાસી સ્વ. રમેશભાઇ ભાસ્કરરાય અંતાણી તથા ગં.સ્વ. મીરાબેનના સુપુત્ર ચિ. અક્ષય સાથે નિરધાર્યા છે.

આ લગ્ન વૈદિક વિધિ-વિધાન મુજબ આયોજિત થયા છે. લગ્નોત્સવના આચાર્યપદે ગોંડલ સ્ટેટના રાજ્ય શાસ્ત્રીજી પૂ. ભકિતપ્રસાદજી ભટ્ટ બિરાજશે.શાસ્ત્રીજી કહે છે કે, શાસ્ત્રોમાં આઠ પ્રકારના લગ્નો દર્શાવવામાં આવ્યા છે વૈદિક મૂળ પરંપરા પ્રમાણે ચિ. નિધિના લગ્ન ઉજવાશે. લગ્ન પ્રસંગ ત્રણ દિવસનો રહેશે અને મૂળ લગ્ન વિધિ લગભગ ૧ર કલાક ચાલશે. જોષી પરિવારના ભારદ્વાજ ગૌત્ર અનુસાર શામવેદ પધ્ધતિએ લગ્ન થશે.આ લગ્નોત્સવ દિવ્ય અને દર્શનીય રહેશે.

સગા-સંબંધીઓ, મિત્રો તથા સ્વજનો ગં.સ્વ. શારદાબેન કનૈયાલાલ જોષી, વિજયભાઇ તથા ઉષાબેન, કલ્પેશભાઇ તથા સોનલબેન તથા કૈવલ્યભાઇ જોષી વગેરેની ઉપસ્થિતિમાં ધામધૂમથી લગ્નોત્સવ ઉજવાશે.

શુભનિવાસ સ્થાનઃ ''સિધ્ધિ'', સરવૈયા શેરી, નાના દરબારગઢ પાસે, ગોંડલ. ફોનઃ (૦ર૮રપ - રર૩પ૩૪/ મો.૮૮૬૬૬ ૦રપર૩/ ૮૦૦૦પ ૧૦૮૦૦

(9:43 am IST)