Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જાની પરિવારમાં સોમવારે શુભલગ્ન : ચિ. જાનવી : ચિ.આદિત્‍ય

રાજકોટ  : અ. સૌ. રશ્‍મિબેન જાની અને શ્રી વિજયભાઇ મનહરલાલ જાની (આજકાલ પ્રેસ - ભુદેવ કન્‍સલ્‍ટન્‍સી એસ્‍ટેટ રાજકોટ પ્રોપર્ટી કન્‍સલ્‍ટન્‍ટ એસોસીએશનના મિડીયા ઓર્ડીનેટર) ના સુપુત્રી ચિ. જાનવીના શુભલગ્ન અ. સૌ. ગાયત્રીબેન ભટ્ટ તથા શ્રી હરેશભાઇ ગુલાબરાય ભટ્ટના સુપુત્ર ચિ. આદિત્‍ય સાથે તા. ૬ ને સોમવારે નિરધારેલ છે.

તા. પ ને રવિવારે ૩ વાગ્‍યે ગણેશ સ્‍થાપન - મંડપ મુહૂર્ત, સાંજે પ વાગ્‍યે મામેરા, રાત્રે ૯ વાગ્‍યે દાંડિયા રાસની રમઝટ બોલશે.

તા. ૬ ને સોમવારે સવારે ૮ વાગ્‍યે જાન આગમન, બપોરે ૧૧ વાગ્‍યે હસ્‍તમેળાપ તથા બપોરે ૧ર વાગ્‍યે આમંત્રીતો માટે ભોજન સમારંભ યોજાશે.

આમંત્રીતોને સ્‍વ. ત્રંબકલાલ ગોવિંદરામ જાની સ્‍વ. શારદાબેન ત્રંબકલાલ જાની પરિવારના મનહરલાલ ત્રંબકલાલ જાની, અ. સૌ. ઉર્મિલાબેન મનહરલાલ જાની, દેવેન્‍દ્રભાઇ મનહરલાલ જાની (ચિત્રલેખા મેગેઝીન) અ. સૌ. ફાલ્‍ગુનીબેન દેવેન્‍દ્રભાઇ જાની, વિજયભાઇ મનહરલાલ જાની, અ. સૌ. રશ્‍મિબેન વિજયભાઇ જાની, રાજેશભાઇ મનહરલાલ જાની, અ. સૌ. આરતીબેન રાજેશભાઇ જાની, પ્રસન્નબેન વિરેન્‍દ્રકુમાર વ્‍યાસ, હર્ષદરાય બી. ભટ્ટ, દિપકભાઇ ડી. ભટ્ટ, બિપીનભાઇ ડી. ભટ્ટ, વિમલભાઇ ડી. ભટ્ટ, અરવિંદભાઇ એચ. ભટ્ટ, રાજ બી. ભટ્ટ, ભરતભાઇ એચ. ભટ્ટ, અ. સૌ. પૂજાબેન રવિકુમાર રાવલ, વેદાંત વિજયભાઇ જાની, તેજશ દેવેન્‍દ્રભાઇ જાની, રોનક રાજેશભાઇ જાની, વિવેક વિરેન્‍દ્રકુમાર વ્‍યાસ, પારસ વિરેન્‍દ્રકુમાર વ્‍યાસ, મહેશ અને હર્ષિલ સહિત પરિવારજનો એ આમંત્રણ પાઠવ્‍યું છે.

(12:21 pm IST)