Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

થર્સ્ટી ફર્સ્ટની રાત્રીએ જામનગરમાં બજારો બંધ કરાવાઈ : પોલીસનું કડક પેટ્રોલીંગ : આખી રાત કોમ્બિંગ

તકેદારીના ભાગરૂપે મુખયબજાર, તળાવની પાળ , હવાઈ ચોક, ખંભાળિયા ગેટ વિસ્તાર, એસટી રોડ,પવનચક્કી,એન્ઝયુમેન્ટ પાર્ક,સાત રસ્તા સહિતના મુખ્ય રસ્તા પરની બજારો બંધ કરાવી : વિના કારણ ફરતા લોકોને હાંકી કાઢ્યા

જામનગર : કોરોના કાળમાં આજે થર્સ્ટી ફર્સ્ટની રાત્રીએ જામનગરમાં બજારો બંધ કરાવાઈ છે, કોરોના સંક્રમણને ફેલાતું રોકવા તકેદારીના ભાગરૂપે આજે રાત્રે પોલીસનું કડક પેટ્રોલીંગ શરૂ થયું છે અને આખી રાત પોલીસ કોમ્બિંગ  કરશે તેમ જાણવા મળ્યું છે

   લોકોની ભીડ ભેગી ના થાય તેની તકેદારીના ભાગરૂપે પોલીસે મુખયબજાર, તળાવની પાળ , હવાઈ ચોક, ખંભાળિયા ગેટ વિસ્તાર, એસટી રોડ,પવનચક્કી,એન્ઝયુમેન્ટ પાર્ક,સાત રસ્તા સહિતના મુખ્ય રસ્તા પરની બજારો બંધ  કરાવ્યા છે અને વિના કારણ ફરતા લોકોને હાંકી કાઢ્યાહતા 

(10:32 pm IST)