Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ઓખા- બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધીન ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતાં મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધીન ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરીનું હોવરક્રાફ્ટ દ્વારા સમુદ્ધમાં જઈને સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ ઓખાના દરિયામાં તૈયાર થઇ રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સિગ્નેચર બ્રિજના સુચિત મોડેલને નિહાળીને વિગતવાર માહિતી મેળવી હતી.  
ભારતના સૌથી મોટા સિગ્નેચર બ્રિજની મુખ્ય વિશિષ્ટતાઓ બ્રિજ પોર્શનની કુલ લંબાઇ – ૨૩૨૦.૦૦ મી. જેમાં કેબલ સ્ટેઇડ બ્રિજ ૯૦૦ મી. રહેશે.  બ્રિજના મુખ્ય ગાળાની લંબાઇ ૫૦૦ મી. છે જે ભારત દેશમાં આ પ્રકારનો સૌથી મોટો ગાળો તથા ૧૩૦ મી ઉંચા બે પાયલોન છે.
ઓખા સાઇડ એપ્રોચ બ્રિજમાં ૫૦ મી. ના ૧૪ સ્પાન અને ૭૦ મીનો એક સોલીડ સ્પાન મળીને કુલ લંબાઇ ૭૭૦ મી છે.  બેટ સાઇડ એપ્રોચ બ્રિજમાં ૫૦ મી. ના ૧૩ સ્પાન અને ૫૦ મી.નો એક સોલીડ સ્પાન મળીને કુલ લંબાઇ ૬૫૦ મી. છે. કેબલ સ્ટેઇડ બ્રિજમાં ૨૦૦ મી. + ૫૦૦ મી. + ૨૦૦ મી. મળીને કુલ લંબાઇ ૯૦૦ મી. છે.  એપ્રોચ રોડની લંબાઇ ઓખા તરફ ૩૦૦ મી. અને બેટ દ્વારકા તરફ ૧૧૦૧ મી.
 ચાર માર્ગીય પુલ પહોળાઇ ૨૭.૨૦ મી. જ્યારે બંને બાજુ ફૂટપાથની પહોળાઇ ૨.૫૦ મી છે.
ફૂટપાથ ઉપર લગાવેલ સોલર પેનલ થી ૧-મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે જેનાથી બ્રિજ ઉપરની સ્ટ્રીટ લાઇટની જરૂરિયાત પૂરી પાડવામાં આવશે.  ફૂટપાથની સાઇડ પર સાંસ્કૃતિક સુવાક્ય દર્શાવવામાં આવશે.  કુલ ૧૨ લોકેશન પર વ્યુ ગેલેરીનું આયોજન છે.
ઓખા સાઇડ ૨૪,૧૦૮ ચો.મી જેમાં આશરે ૧૫૦૦ વાહનની ક્ષમતાનું પાર્કીંગ અને બેટ સાઇડ ૧૬,૭૩૬ ચો.મી. એટલે આશરે ૧૦૦૦ વાહનની ક્ષમતાનું પાર્કીંગ તથા ૧૩૭૮ ચો.મી. વી.વી.આઇ.પી. પાર્કીંગ તૈયાર કરવાનું આયોજન છે. આ બ્રિજનું કામ સંભવિત એપ્રિલ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

(8:10 pm IST)