Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચોટાલા સાસણ ગીરની મુલાકાતે

રાજકોટઃ હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચોટાલા સાસણ ગીરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સિંહ દર્શન કર્યા હતાં અને સાસણ ગીરના જંગલમાં કુદરતી નજારાને માણ્યું હતું તેમની સાથે વનવિભાગના સીસીએફ મોહન રામ રહ્યા હતા. અને સાસણ ગીર તથા વનરાજાની માહિતી આપી હતી. સૌ કોઇને જંગલનો કુદરતી નજારો માણવા તથા એશિયાટીક સિંહો જોવા આવવા માટે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચોટાલાએ આમંત્રણ આપ્યું હતું. અને વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. તસ્વીરમાં હરિયાણાના મુખ્યમંત્રી દુષ્યંત ચોટાલા સાથે વન વિભાગના સીસીએફ મોહન રામ અને અધિકારીઓ નજરે પડે છે.

(2:55 pm IST)