Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ગોંડલ જામવાળી જીઆઇડીસી દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં શોટસર્કિટથી આગ

સીંગદાણા ભરવા નો મેળો તેમજ ત્રણ એકસપીલર સહિત ૫૦ લાખનો મુદ્દામાલ સળગી ગયો

ગોંડલ, તા. ૩૧ :   ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં આવેલ દિપાલી ઇન્ડસ્ટ્રીઝમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા મશીનરી સહિત સિંગદાણાનો જથ્થો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો અંદાજે ૫૦ લાખનું નુકસાન થયું.

વિગતો મુજબ ભીખાભાઇ રામાણી તેમજ રાજુભાઈ રામાણીની દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા પાલિકાના ફાયર ફાઈટર અને જાણકારી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આ દરમિયાન સીંગદાણા ભરવા નો મેળો તેમજ ત્રણ એકસ પિલર આગની ઝપટમાં ચડી ગયા હોય બળીને ખાખ થઈ જવા પામ્યા હતા આ ઉપરાંત ૪૦ ટન જેવા સીંગદાણા પણ બળી ગયા હતા. દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં અંદાજે ૫૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું એવું રામાણીએ જણાવ્યું હતું.

ગોંડલ અપહરણનો ભાગેડુ ઝડપાયો

ગોંડલ તાલુકા પોલીસ મથકના અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપી ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઇ રાઠોડ રહે હડમતીયા તાલુકો ગોંડલ તથા ભોગ બનનાર સગીરાને એલસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ રવિ દેવભાઈ બારડ, મહેશભાઈ જાની, બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી,  નિલેશભાઈ ડાંગર, પ્રકાશભાઈ પરમાર, દિવ્યેશ ભાઈ સુવા, રહીમભાઈ દલ સહિતનાઓએ બાતમીના આધારે કેશોદ પંથકમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૬૩, ૩૬૬ તેમજ એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધાયો હતો અને હાલ આરોપી સગીરા સાથે કેશોદ તાલુકાના પ્રાંસલી ગામ એ રાજુભાઈ લાવડીયા ની વાડીએ રહેતો હતો.

શ્રીજી સોસાયટીમાં બાઇકની ચોરી

ગોંડલના ડીકે નગર શ્રીજી સોસાયટીમાં રહેતા મૂળ ખજૂરી ગુંદાળા ના જીતેન્દ્ર મનસુખભાઈ ઉંઘાડ એ પોતાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક GK01 SQ 4062 કિંમત રૂપિયા ૩૦૦૦૦ ઓફિસ પાસે પાર કર્યું હોય જેની કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી લઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

(12:56 pm IST)