Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

સાવરકુંડલાના બઢડા અને આંબરડી સુધીના માર્ગ ઉપર બનતા પુલોના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર : તટસ્થ તપાસની માંગ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૩૧ : સાવર કુંડલાના બઢડા અને આંબરડી માર્ગ ઉપર બનતા પુલોના કામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવા નું સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામીછે

 આ અંગે મળતા અહેવાલ કે સાવર કુંડલા થી દસ કિલોમીટર દૂર આવેલ બઢડા ગામથી આંબરડી ગામ સુધીમાં એટલે કે જાબાળ ગામથી ચાર કિલો મોટરમાં ચાર હેવી પુલ બનાવવા નું કામ ચાલે છે આ પુલ ના કામમાં હલકી અને ઓછા ભાવની કિંમતની સિમેન્ટ નબળી કાંકરી પચ્ચીસ ટકા રેતી અને પંચોતેર ટકા ધુડ અને એકદમ પાતળા અને નબળું લોખડ વાપરવામાં આવી રહ્યું છે એટલે એકડા લોટ પાણી અને લાકડા જેવું નબળું અને બેકાર કામ થઈ રહ્યું છે

પુલ બનાવવાની શરત મુજબ નહીં પરંતુ ટેન્ડરની શરતો કરતા શરતોની એસી તૈસી કરીને કામ થાય છે

આ કરોડ રૂપિયાના ખર્ચે બનતા સરકારી પુલના કામમાં ઉપર કોઈ સરકારી સુપર વાઇઝર સુપર વાઇઝીગ કરતું નથી એટલે કોન્ટ્રાકટર ને મનફાવે એ રીતે કામ થઈ રહીયું છે.

આ અંગે વિશ્વાસ પાત્ર વર્તુળો દ્વારા મળતી માહિતી કે આ ચાર પુલ ના કામમાં સ્થાનિક ગામડા ના નેતા થી માડી તાલુકા અને જિલ્લા ના નેતા ના મ્હોં મીઠા થઈ ગયાનું જાણવા મળેલ છે એટલે બધા નેતાઓ એ મૌન ધારણ કરી લીધું છે પરંતુ જાગૃત નાગરિક દ્વારા  આ અંગેની તપાસની માંગણી કરવાના ચકોગતી માન થશે તે વાત નક્કી છે અને આ ભ્રષ્ટાચારનો પ્રદાફાશ થશેએ પણ નક્કી છે.

પુલની સાઈડમાં નાખવામાં આવતી માટી પણ ખેતર માંથી લાવી નાખવા આવી રહી છે અને બિલ પાસ  પારમીટ વાળી  માંટી નું મુકવામાં આવેછે એ પણ  ગેરકાયદેસર કહેવાય

એટલે આવી ગેરરીતી અને ભ્રષ્ટાચાર યુકત થતી કામગીરીની તપાસની માગ પણ ઉઠી છે.

(12:49 pm IST)