Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

માળીયામિંયાણા પંથકમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા જનજીવન પ્રભાવિત લોકો તાપણાના સહારે

માળીયામિંયાણાઃ પંથકમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા જનજીવન પ્રભાવિત થયુ છે ઉતર તરફથી ફુંકાતા સુસવાટા મારતા ઠંડા પવનોથી માળીયા પંથકમાં ઠંડીએ સપાટો બોલાવ્યો છે જેના કારણે ઠંડીનો જોરદાર ચમકારો રણકાંઠામાં શરૂ થયો છે ઠંડા પવનો ફુંકાતા પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળતા હાડ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયુ છે ઠંડીથી બચવા લોકો તાપણાના સહારે ઠંડીથી રાહત મેળવી રહ્યા છે તાલુકા પંથકમાં છેલ્લા બે દિવસથી પડતી કડકડતી ઠંડીથી શિયાળો તેના અસલી મિજાજમાં આવ્યો હોય તેમ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ધ્રુજી ઉઠયા છે અને પંથક પર અસહ્ય ઠંડીનું મોજુ ફરી વળતા અપડાઉન કરતા નાના વાહન ચાલકો વહેલી સવારે કાંપતા જોવા મળી રહ્યા છે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ઉંચકાતા ઠંડીનો જોરદાર ચમકારો લોકોને સહન કરવો પડી રહ્યો છે રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સુસવાટા મરતા ઠંડા પવનોથી શિતલહેર છવાઈ ગઈ છે અને કોલ્ડવેવની સ્થિતિ સર્જાય હોય તેમ આખો દિવસ સુધી જનજીવન અસ્તવ્યસ્ત રહે છે અને લોકો મોડે સુધી સાલ સ્વેટર કે મફલર ટોપામાં સજ્જ જોવા મળે છે જેથી દિવસ દરમિયાન લોકો ગરમ કપડા પહેરવાની ફરજ પડી રહી છે તીવ્ર ઠંડીના કારણે સવારે કારખાને જતા અને અપડાઉન કરતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને કામ અર્થે જતા લોકો પણ વાહનમાં ઠુંઠવાતા નજરે ચડ્યા હતા તેમજ મુંગા અબોલ જીવો પણ ઠંડીને લીધે કોકળુ વળેલા કેમેરામાં કંડરાયા હતા આમ હાડ થીજાવતી કડકડતી ઠંડી સાથે સુસવાટા મારતા પવનોથી જનજીવન ખાસુ પ્રભાવિત થયું છે કોલ્ડવેવની અસર સમગ્ર જીવો પર વર્તાઈ રહી છે ઠંડીથી બચવા વેજલપર ગામે યુવાનો તાપણુ કરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે આમ રણકાંઠે બર્ફીલા પવનોથી જનજીવન પ્રભાવિત થયુ હોય તેમ કાતિલ ઠંડી અનુભવતા દિવસ દરમિયાન લોકો ગરમ વસ્ત્રો પહેરીને ટહેલતા જોવા મળ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ રજાક બુખારી -માળીયા મિયાંણા)

(11:47 am IST)