Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીને કાલે પૂર્ણિમાની રાત્રે અદ્ભૂત શણગાર

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ઘ યાત્રાધામ સૌનું આસ્થાનું પ્રતીક એવું સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજિત ગઈકાલે પૂર્ણિમાના દિવ્ય પાવન અવસરે સાળંગપુરધામમાં દાદાના દરબાર માં પૂજય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી મહારાજશ્રી તેમજ કોઠારી સ્વામીશ્રી વિવેક સાગર સ્વામીજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ પૂનમના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં દાદાને બત્રીસ કિલો ટોટલ સોનુ, હીરા, રત્નોનો અદ્ભૂત અનોખો શણગાર ધરાવવામાં આવેલ હતો. જેમાં એકવીસ કિલોના સોનાના દાદાના સુર્વણ શણગાર, એકસોથી વધારે સોના, ચાંદીના ભવ્ય હાર, નેકલેસ, અગિયાર જોડી સોના, ચાંદીના કુંડલા, આઠ સોના, હીરા, રત્નો જડિત મુગુટ, પાંચસો સોના, ચાંદીની વીંટી, એક કિલો ચાંદીના વાંધા (વસ્ત્ર) પાંચ સુર્વણ જડિત રૂદ્રાક્ષ માળા, જે મળીને, ટોટલ બત્રીસ કિલો તો સોનાના આભૂષણ થાય છે, તેમજ હીરા, ચાંદીના આભૂષણોનો દિવ્ય શણગાર દાદાને ધરાવવામાં આવેલ હતો, તેમજ સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામી મહારાજશ્રીની દિવ્ય માળા દાદાને ધરાવવામાં આવેલ હતી જે આ મૂર્તિની સ્થાપના તેમને કરેલ હતી, તેમજ વિશેષમાં ગઈકાલે રાત્રે ૭.૩૦ થી ૯.૦૦ દરમ્યાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને અદ્બૂત શયન દર્શન યોજાયેલ હતા. જેમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના નિજ મંદિરને અદભુત, અનોખો શણગાર કરવામાં આવેલ હતો. ઉપરોકત તસ્વીર માં બુધવારના રાત્રીના પૂર્ણિમા ના વિશેષ શયન શણગારના અલૌકિક દર્શન નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : હિતેષ રાચ્છ, વાંકાનેર)

(11:43 am IST)