Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

વિરમગામમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ

બંને પક્ષે સામે ફરિયાદ : ૪ ઘાયલ, લાકડી પણ ઉછળવા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩૧ : વિરમગામમાં મંગળવારે સાંજે ઝઘડો થવાનું કારણ ભીમાભાઇ ભરવાડે  કુટુંબી સાળા નવઘણભાઈ ભરવાડ ને હાથ ઉછીના રૂપિયા આપેલ અને તે પૈસા પાછા આપતા ન હોય જેથી અગાઉ પણ ઝઘડો થયેલ અને મંગળવારે ફરીથી ઝઘડો થયો હતો જેમાં ફાયરિંગ સહિત ધારિયા લાકડીઓ ઉડતા બંને પક્ષે ૨-૨ લોકો ઘાયલ થતાં કુલ ૪ લોકો ઘાયલ થયેલ જે બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ થયેલ છે

ફરીયાદી અજીતભાઇ ભીમાભાઇ ભરવાડ ઉ.વ.૨૪ હાલ રહે. પરીમાલ પાર્ક સોસાયટી મકાન નંબર -૨ ,વિરમગામ મુળ રહે- શિયાલ તા-વિરમગામેએઆપેલી ફરિયાદ અનુસાર મંગળવારના સાંજે હાંસલપુર ગામ પાસે આવેલ સ્વાગત હોટલ ખાતે આઇ ટ્વેન્ટી ગાડી મારા પપ્પાએ મૂકેલી હોય જે લેવા સારૂ હું તથા મારો નાનો ભાઇ ભરત અમારી ફોરટ્યુનર ગાડી લઇ ગયેલા અને ત્યાં જઈ હું મારી ફોરટ્યુનર ગાડી ચલાવી તથા તેના નાનો ભાઇ ભરત આઇ ટ્વેન્ટી ગાડી ચલાવી અમો વિરમગામ તરફ નીકળેલા ગંગાસર તળાવ ત્રણ રસ્તા પાસે આવતા ડાબી બાજુ વળતા વણાંક ઉપર આવેલ ખેતલાઆપા નામની ચા ની હોટલ પાસે ગાડી ધીમી પડતા ત્યાં હોટલ ખાતે ઉભેલ કિશનભાઇ નવઘણભાઇ ભરવાડ રહે.સોકલી વાળો પોતાના હાથમાં નાની બંધૂક લઇને તથા તેનો મિત્ર અમિતભાઇ રબારી પોતાના હાથમાં છરા વાળી બંધુક લઇને તથા ખેતલા આપા ચાની હોટલવાળા આરિફ પોતાના હાથમાં ધારિયુ લઇને તથા અસ્લમ લાકડી લઇને તથા તેનો મિત્ર અજય ઠાકોર લાકડી લઇને બધા  ધસી આવેલ અને ફોરચુનર ગાડી તથા આઇ ટ્વેન્ટી ગાડી ઉપર કિશનભાઇ ભરવાડ તથા અમિતભાઇ રબારી બંને જણા બંધુકો વડે આડેધડ ફાયરીંગ કરવા લાગેલા અને આ વખતે ગભરાટમાં ગાડી બંધ થઇ ગયેલ અને  પાછળ આવતા  મિત્ર રામશીભાઇ છગનભાઇ ભરવાડ રહે. હાંસલપુર તથા ચેતનભાઇ ઘેલાભાઇ ભરવાડ રહે. વિરમગામ જેઓ બંન્ને ઓળખતા હોય અને ગાડીઓ ઓળખી જતા આ બંન્ને જણા પોતાની રીક્ષા સાઇડમાં મુકી બંને અમોને છોડાવવા સારૂ રીક્ષામાંથી ઉતરી અમારી પાસે આવતા હતા તે દરમ્યાન આરીફે પોતાના હાથમાનું ધારિયું લઇને રામશીભાઇ ભરવાડને કહેલ કે તું કેમ વચ્ચે પડે છે તું પણ મરવાનો થયો છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ જાનથી. મારી નાખવાના ઇરાદાથી પોતાનામાં હાથમાના ધારીયાનો એક ઘા રામશીભાઇના માથાના ભાગે મારેલ અને અસ્લમે પોતાના હાથમાની લાકડી આ રામશીભાઇના માથાના ભાગે મારવા જતાં  હાથે ઇજા થયેલ અને આ વખતે ચેતનભાઇ ભરવાડના આ રામશીભાઇને છોડાવવા જતા અજયભાઇ ઠાકોરનાએ પોતાના હાથમાની લાકડી વડે ચેતનભાઈ ને ડોકમાં પાછળના ભાગે લાકડી મારેલ અને રામશીભાઇ ભરવાડને માથામાં ઇજા થયેલ હોય અને લોહી નીકળતું હોય જેથી ઉપરોકત તમામ માણસો ત્યાંથી પોતાના હાથમાના હથિયારો લઇ જતા રહેલ અને જતા જતા  ગાળો બોલી કહેતો હતો કે આજે તો બચી ગયા છો બીજીવાર મળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા આપતા ત્યાંથી જતા રહેલ

જયારે સામાપક્ષે  ફરિયાદી આરિફ હુસેનભાઇ નુરમહમદ સંધી વિરમગામ ગંગાસર ત્રણ રસ્તા પાસે ખેતલાઆપા ચા-નાસ્તાની હોટલ ધરાવે છે મંગળવારે સાંજે ફરિયાદી અને તેના મામાનો દિકરો અસ્લમભાઇ અબ્દુલભાઇ સંધી , મિત્ર કિશન નવઘણભાઇ ભરવાડ રહે. સોકલી નાઓ હાજર હતા તે દરમ્યાન અમારી હોટલ બહાર કોઇ ઝઘડો થતો હોય અને ફાયરીગ થતુ હોવાનો અવાજ સંભળાતા હોટલમથી બહાર આવેલ અને જોયેલ તો હોટલની સામે ફોરચુનર ગાડી તથા આઇ ટ્વેન્ટી ગાડીમાથી અજીતભાઇ ભીમભાઇ ભરવાડ,ભરતભાઇ ભીમાભાઇ ભરવાડ, ચેતનભાઇ સૈલાભાઇ ભરવાડ તથા એક હાસલપુર ગામનો ભરવાડ જેના નામની ખબર નથી ઉતરેલ અને આ કિશન ભરવાડ તથા બીજા માણસો સાથે ઝઘડો કરતા હોય તેઓના ઝઘડામાં વચ્ચે પડી છોડાવતો હતો તે દરમ્યાન ભરત ભરવાડે તેના હાથમાના ધારીયા વડે માથાના ભાગે મારેલ અને તેનું ઉપરાણું લઈ આ ભરતનો મિત્ર ચેતન પોતાના હાથ માની લાકડી વડે  મારવા આવતા સ્વ બચાવ માટે હોટલ માંથી લાકડી લઈ આ ચેતનની લાકડીનો ઘા ખાળતો હતો અને તે દરમ્યાન લાકડીનો એક ઘા મને પાછળ ગરદનના ભાગે વાગેલ જેથી પિતરાઈ ભાઈ અસ્લમ મારી પાસે દોડી આવેલ અને વધુ માર માંથી બચાવેલ અને ચેતને પોતાના હાથમાંની લાકડીનો બીજો ઘા.પણ  પિતરાઈ ભાઈ અલમને માથાના ભાગે મારેલ અને આ વખતે માથામાંથી લોહી નીકળતું હૉય જેથી તેઓ આ લોકો ગભરાઈ ગયેલ અને પોતાના હાથમાના હથિયારો લઈ જતા હતા તે દરમ્યાન  અસ્લમને આ તમામ માણસો ગડદા પાટુનો માર મારી કહેતા હતા કે આજે તો આટલો માર પ્રસાદી જ છે બીજી વાર મળોતો જાનથી પતાવી દેશું તેવી ધમકીઓ આપતા તેઓના મથમાના હથિયાર સાથે તેઓની ગાડીઓ લઈને જતા રહેલ  તેવી ફરીયાદ કરી છે.

જેમાં આરોપીઓના નામ (૧) ભરતભાઈ ભીમાભાઈ ભરવાડ રહે, પરિમલ સોસાયટી, વિરમગામ(૨) ચેતનભાઈ ચેલાભાઈ ભરવાડ રહે, વિરમગામ (૩) અજીતભાઈ ભીમાભાઈ ભરવાડ રહે, પરિમલ સોસાયટી,વિરમગામ (૪) હાંસલપુર ગામનો શખ્સ દર્શાવાયા છે.

(11:43 am IST)