Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

નવી સોલાર પોલિસીથી ઉદ્યોગો સહિત રાજ્યનો સર્વાંગી વિકાસ થશે : ડો. બોઘરા

( ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૩૦ : રાજય સરકારે જાહેર કરેલી નવી સોલાર પોલિસીને આવકારતા જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. બોદ્યરા જણાવ્યું હતું કે આ પોલીસીથી ઉદ્યોગો સહિત તમામ ક્ષેત્રે રાજયનો સર્વાંગી વિકાસ થશે.

ગુજરાત સ્પીનિંગ એસોસિએશનના ચેરમેન અને જસદણના પૂર્વ ધારાસભ્ય તેમજ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ કે બોદ્યરાએ સોલાર પોલિસીને આવકારતા જણાવ્યું હતું કે રાજય સરકારે જાહેર કરેલી નવી સોલાર પાવર પોલીસી ૨૦૨૧ થી રાજયની સ્પીનિંગ મિલો સહિતના ઉદ્યોગોને ખૂબ જ મોટો ફાયદો થશે. નવી નીતિ હેઠળ ૮ રૂપિયાને બદલે પ્રતિ યુનિટ ૪-૫૦ રૂપિયાના દરે વીજળી મળશે. વીજ વિતરણ કંપનીને ચૂકવવાની થતી સિકયુરિટી ડિપોઝિટ પ્રતિ મેગાવોટ ૨૫ લાખથી દ્યટાડીને ફકત રૂપિયા પાંચ લાખ કરવામાં આવી છે જેથી નાના લોકો પણ તેનો લાભ લઈ શકશે નવી સોલાર પોલિસી કારણે ઉદ્યોગોની ઉત્પાદન કિંમત દ્યટશે અને ગુજરાતના ઉદ્યોગો દેશ અને દુનિયા સાથે સ્પર્ધામાં ટકી શકશે. રાજયના ઉદ્યોગોનો સર્વાંગી વિકાસ થશે.ઉદ્યોગોનો વિકાસ થવાથી રોજગારીની અનેક તકો પણ સર્જાશે.સ્પીનિંગ અને જીનિંગ ઉદ્યોગોને ફાયદો થવાથી પરોક્ષરીતે કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોને પણ ફાયદો થશે. ઉદ્યોગો ઉપરાંત રહેણાંક, વાણિજય સહિતના વીજ ગ્રાહકોને આ યોજના હેઠળ ફાયદો થશે તેમજ આ પ્રકારની પ્રોત્સાહક સોલાર પોલીસી જાહેર કરનાર ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજય બન્યું છે તેમ અંતમાં ગુજરાત સ્પીનિંગ એશોસીએશનના ચેરમેન ડો. ભરતભાઇ કે. બોધરાએ જણાવ્યું હતું.

(11:42 am IST)