Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

કચ્છમાં પતિને ફોટા બતાવી દેવાની ધમકી આપી ૨૫ વર્ષીય યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૧ : આજના સમયમાં યુવક યુવતીઓ વચ્ચે સારા સબંધો દરમ્યાન સોશ્યલ મીડિયા ગુનો આચરવા માટેનું હથિયાર બની રહ્યું હોઈ સાવધાનીપૂર્વક વર્તવાની જરૂરત છે.

ભુજમાં આશાપુરાનગરમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીએ તેની પડોશમાં જ રહેતા સુલતાન નુરમામદ સિદ્દી સામે ત્રણ વર્ષ દરમ્યાન તેણી સાથે વારંવાર બળાત્કાર ગુજારવાની ફરિયાદ કરી છે. લગ્નની લાલચ આપી તે યુવતી સાથે સુલતાને સબંધો બાંધ્યા બાદ તેણીને તરછોડી દીધી હતી. સુલતાને લગ્ન નહી કરતાં યુવતીએ અન્ય યુવાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમ છતાંયે સુલતાને તે યુવતીનું જાતીય શોષણ ચાલુ રાખ્યું હતું. અત્યારે પતિ સાથે છૂટાછેડાનો કેસ લડી રહેલી ૨૫ વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સુલતાને ત્રણ વર્ષ દરમ્યાન પોતાને ઘેર અને વચ્ચેના સમય દરમ્યાન તેણીના પતિના કોડકી રોડ ઉપર આવેલા ઘરમાં બળાત્કાર ગુજાર્યો હતો. સુલતાને લગ્નની લાલચ આપી યુવતી સાથે સબંધો કેળવી તેણી ના અને પોતાના ફોટાઓ પતિને બતાવી દેવાની ધમકી આપી અને લગ્ન પહેલા તેમ જ લગ્ન બાદ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ સુલતાન સામે બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે નોંધાવેલી ફરિયાદ બાદ ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:35 am IST)