Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જોડિયાની રેફરલ હોસ્પિટલમાં સુવિધા નામે મીંડુ દર્દીઓ પરેશાન : હોસ્પિટલમાં અનેક જગ્યાઓ ખાલી

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર,તા. ૩૧: જોડિયા તાલુકાનું મથક અને જોડિયાની સરકારી 'રેફરલ હોસ્પિટલ'માં આજે કોઇ સુવિધા ઉપલબ્ધ નથી. તાલુકા મથકની આ સરકારી હોસ્પિટલમાં માત્ર ત્રણ એમ.બી.બી.એસ. ડોકટર આધારિત આ હોસ્પિટલ ઘણા સમયથી ચાલે છે. તેમજ એમ.ડી. ડોકટરની પણ નિમણુંક આ હોસ્પિટલમાં કરેલ નથી. આજે સામાન્ય ડાયાબિટીસ, બીપી, હાર્ડ જેવા દર્દીઓને જામનગર જવું પડે છે. તેમજ ઓપરેશનના સાધનો છે. પણ કોઇ સર્જન ડોકરટ નથી તેમજ ડીલેવરી કેસ આવે તો માત્ર નોર્મલ ડીલેવરી હોય તો જ કરવામાં આવે છે. અને સીઝેરીગ ડીલેવરી આવે એમ હોય તો તુંરત જ જામનગર ટ્રાન્સફર કરે છે. તુરંત જામનગર જવું પડે છે કારણે આ હોસ્પિટલમાં ગાઇનેક ડોકટર જ નથી. આજે સામાન્ય માણસને તુરત જામનગર જવું કેટલુ મુશકેલ પડે ? તેમજ ઓર્થોપેડિક ડોકટર, ગાઇનેક ડોકટર, એમ.ડી.ડો.ની તાત્કાલીક નિમણુંક કરવાની જરૃર છે. હોસ્પિટલના મુખ્ય વહીવટી અધિકારીની જગ્યા ખાલી છે. નર્સીંગ સ્ટાફ ઇન્ચાર્જની જગ્યા ખાલી છે. હેડ કલાર્કની જગ્યા ખાલી છે. હાલ કોન્ટ્રાકટ બેઝ પર ચાલુ છે. તેમજ ખાસ તો જરૃર એ પણ છે. આવળી મોટી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરની કાયમી જગ્યા ખાલી છે. ઇમરજન્સી કેસ હોય તો શું થાય પ્રજાનું ? તેમજ એમ્બ્યુલન્સ વાહન બિસ્માર હાલતમાં અત્યારે છે. અધિક્ષકની જગ્યા ખાલી હોવાથી હાલ ડોકટરને ચાર્જ સોપેલ છે. આ છે. જોડિયા તાલુકા લેવલની 'રેફરલ હોસ્પિટલ' અનેક જગ્યાએ આ હોસ્પિટલમાં ખાલી છે.આજે બીજુ તો ઠીક એમ્બ્યુલન્સની સુવિધા પણ અત્યારે નહીં જેવી છે. જોડિયાની પ્રજા પ્રત્યેનો અન્યાય દૂર કરવા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણી આ અંગે યોગ્ય કરે તેવી જોડિયાના નગરજનોની લોક માંગણી છે.

એસ.ટી. તંત્રનો અન્યાય

જોડિયાના બસ સ્ટેન્ડ ઉપર બીજુ તો ઠીક જોડિયાના નામનું બોર્ડ પણ નથી અને તાલુકા મથકનું જોડિયા ગામ તેમ છતાંય અનેકવાર રજુઆત કરવા છતાંય જોડિયાના બસ સ્ટેન્ડમાં કંટ્રોલ પોઇન્ટ પણ શરૃ નથી કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવા ધ્રોલ જાવું પડે છે. જોડિયાને ભાંગવામાં એસ.ટી તંત્રનો મોટો સિંહ ફાળો છે. એક સમયમાં જોડિયામાં દૂર દૂરથી જોડિયા કાપડ લેવા માણસો આવતા હતા. જોડિયાની સુપર માર્કેટમાં સાઇઠ જેટલી કાપડની દુકાનો આવેલી હતી. આજે કાપડના મેમણ બધુ વેપારી પણ જોડિયામાં આવા-જવા લોકોને ઘણી જ બસનો મળતી તે કાપડના અડધા વેપારી ભાઇઓ ધ્રોલ, મોરબી, રાજકોટ જતા રહ્યા. દિવસે દિવસે જોડિયાના લોકો ધંધા માટે બહારગામ જતા રહે છે. અત્યારે જોડિયાની વસતી પહેલા કરતા અડધી થઇ ગયેલ છે.

જોડિયા બંદરની પણ એક સમયમાં જાહોજલાલી હતી

જોડિયાનો દિવસે દિવસે વિકાસ થવાથી દર મહિને ત્રણથી ચાર કુટુંબ ધંધા માટે બહારગામ સ્થાયી થાય છે. એક સમયમાં જોડિયાના બંદરની જાહોજલાલી હતી. આજે પણ કરાંચીમાં જોડિયા નામની બજાર છે. ચોવીસ કલાક ધમધમતુ બંદર જોડિયા બંદર આજે વર્ષોથી સુમસામ, જોડિયાનું બંદર પુનઃ ચાલુ થાય તો લોકોને રોજી રોટી મળે અને પાછો જોડિયાનો જમાનો આવે. આજે દિવસે દિવસે જોડિયાની વસતી કામ ધંધોનો હોવાથી ઓછી થતી જાય છે અને હાલ સરકારી ચોપડામાં જોડિયાની વસ્તી ૧૩,૦૦૦ બતાવે છે. જે ખરેખર જોડિયાની વસતી જોઇએ તો હાલ અત્યારે સાડા છ હજાર જેટલી માંડ હશે. અને આજથી પચીસ વર્ષ પહેલા જોડિયાની વસ્તી ત્રીસ હજાર જેટલી હતી. અને વીસ વર્ષ પહેલા જોડિયા નગરપાલિકા હતી. તાલુકાનું મથક છતાંય નગરપાલીકામાંથીી જોડિયામાં ગ્રામ પંચાયત બની આ છે. જોડિયા પ્રત્યેનો અન્યાય, આજે જોડિયા બંદરનું એક જમાનામાં વિશ્વમાં નામ હતું. ફરી આ બંદરનું પુનઃ શરૃ કરવા જોડિયાના પ્રજાજનોની લોક લાંગણી છે.

(10:23 am IST)