Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

વેલકમ ર૦ર૦: સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસન સ્થળોએ જામશે ભીડ

સોમનાથ, દ્વારકા, સાસણ, દિવ, જુનાગઢમાં પ્રવાસીઓ ઉમટશેઃ રાત્રીના નવા વર્ષને વધાવશે

રાજકોટ તા.૩૧ : આજે થર્ટીફર્સ્ટની ઉજવણી સાથે રાત્રીના ર૦ર૦ના નવા વર્ષને ધામધુમથી ઉજવવામાં આવશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ જામશે.

સોમનાથ દ્વારકા, સાસણ, દિવ, જુનાગઢ સહિત જુદા જુદા પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટયા છે અને રાત્રીના ૧ર વાગ્યે ર૦૧૯ના વર્ષને વિદાય સાથે ર૦ર૦ના નવા વર્ષની આવકારવામાં આવશે.

થર્ટી ફર્સ્ટ નિમિતે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળો પર શ્રધ્ધાળુઓનો સાગર અને દીવમાં શોખીનોનો દરિયો ઉમટી પડશે. સોમનાથમાં તમામ હોટલ - ગેસ્ટ હાઉસો તથા સાસણમાં મોટાભાગના ફાર્મ હાઉસો જામપેક થઇ ગયા છે. તો દીવની અનેક હોટલો - રિસોટર્સમાં જામ - પેગ ભરાવા માંડયા છે.

ચોમાસા બાદગીર જંગલમાં ખુલ્લુ મુકાયુ ત્યારથી સાસણમાં સિંહદર્શન માટે પ્રવાસીઓની સતત ભીડ રહે છે. આજે અનેક પ્રવાસીઓ ઉમટી પડવાના હોવાથી સિંહસદનમાં જગ્યા નથી, તો આસપાસના રપ૦ જેટલા ફાર્મ હાઉસીઝમાં પણ અનેક પરિવારો - મિત્રવર્તુળોઅ નાઇટ પાર્ટીઓ ગોઠવી છે. સાસણ - તાલાલા સહિત આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ વાહનોમાં સેંકડો લોકોનું આગમન શરૂ થઇ ચુકયુ છે. જેઓ દીવસે ઠંડીની પરવા કર્યા વિના સિંહદર્શનનો લ્હાવો લેશે અને રાતે ઠંડી ઉડાડવા કેમ્પફાયર કરશે.

આજે થર્ટીફર્સ્ટની ઉજવણી માટે દીવમાં દુર દુર અને દરીયામાં નાહવાની મોજ માણી રહયા છે.

એનિડંગ ખાતે ભીડ રહે છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે આ વખતે પણ ખુબ ધસારો છે. ટ્રસ્ટના લીલાવતી ભવન, સાગરદર્શન સહિત ઉતારાઓ ફુલ છે. સવારથી હજારો દર્શનાર્થીઓ સોમનાથ મહાદેવના દર્શન ઉમટશે. ભાવિકોને કતારથ લઇને સિકયોરીટી ચેક -અપમાં અને દર્શન તકલીફ ન પડે એ માટે ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, દીવમાં શનિવારથી જ પર્યટકોની સંખ્યા વધીગઇ છે. આજે સવારથી વિશેષતા યંગસ્ટર્સનું આગમન શરૂ થઇ જશે. ૭૦-૭પ હજાર માણસો ઉમટી પડે તેવો અદાજ છે. સાંજથી મધરાત સુધી નાગવા, ઘોઘલા, જાલંધર બીચ, દીવના બંદર ચોક, એસટી ચોક ખાતે ડાન્સ વિથ મ્યુઝીકની ધુમ મચેલી રહેશે.

થર્ટીફસ્ટની ઉજવણી અને ર૦ર૦ને વેલકમ કરવા માટે જુનાગઢના ગિરનાર પર્વત ખાતે પ્રવાસીઓેએ ભારે ધસારો કર્યા છે. ર૦૧૯નું વર્ષ અનેક કડવી મીઠી યાદો સાથે પુર્ણ થવામાં છે. મધરાતે ૧રના ટકોરે વર્ષ ર૦૧૯ વિદાય લેશે અને વર્ષ ર૦ર૦ની અનેક આશા, અપેક્ષા, અરમાનો સાથે શરૂઆત થશે.  ત્યારે જુનાગઢના ગિરનાર પર્વત ઉપર વર્ષ ર૦૧૯ને બાયબાય કરવા અને વર્ષ ર૦ર૦ને આવકારવા માટે પ્રવાસીઓ પહોંચીગયા છે.

છેલ્લા ત્રણ દિવસથી ગિરનાર ઉપર કડકડતી ઠંડી પડી રહી છે. સવારે ધુમ્મસને લઇને ગિરનાર પર સ્વર્ગ જેવું વાતાવરણ સર્જાયુ છે જેનો નજારો માણવા પણ જીવનનો એક અનેરો લ્હાવો છે.

ગઇકાલથી ગિરનાર પર પ્રવાસીઓનું ખુબ જ આગમન થયુ અને આજે સવારે પણ સંખ્યાબંધ પર્યટકો ગિરનાર જતા જોવા મળ્યા હતા. કડકડતી ઠંડીની પરવા કર્યા વગર ગિરનાર પર્વતની ટોચે મા અંબાજી અને ગુરૂ દતાત્રેયના સાનિધ્યમાં વર્ષ ર૦૧૯ને વિદાય આપવા અને વર્ષ ર૦ર૦ને વેલકમ કરવા માટે પ્રવાસીઓ ઉત્સુક જોવા મળ્યા હતા.

પ્રવાસીઓના ઘસારાને ધ્યાને રાખી ગિરનાર ખાતે વિશેષ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે.

(1:52 pm IST)