Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

મોરબીઃ આઉટ સોસિંગ કર્મચારીઓની ભરતીમાં શોષણ સામે મુખ્યમંત્રીને રજુઆત

મોરબી,તા.૩૧: ગુજરાત સરકારના દરેક વિભાગોમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી અને આઉટસોસિંગથી કર્મચારીઓ રાખી તેનું શોષણ કરાતું હોય જે મામલે સંસ્થાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે.

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ છે કે ગુજરાત સરકારના દરેક વિભાગોમાં કર્મચારીઓની મોટી દ્યટ છે. સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. જેના કારણો યુવાનોની બેકારીમાં વધારો થાય છે. બીજી તરફ આઉટસોર્સ દ્વારા મોટા પાસે લાગતાવળગતાને કોન્ટ્રાકટ આપી શોષણ આચારતા હોવાનું લોકો કહી રહ્યા છે. આઉટસોર્સિંગની એજન્સીઓ યુવાનોનું શોષણ કરે છે. પૂરતો પગાર નથી અપાતો તેમજ સમયસર પગાર ચૂકવાતો નથી પૂરતા કર્મચારીઓ ના અભાવે લોકોના કામો સમયસર ઙ્ગથતાં નથી. લોકો પરેશાન થાય છે.

ઇન્ડિયન લાયોન્સ કલબ દ્વારા શિયાળુ પાક

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા યદુનંદન ગૌશાળામાં વસતા બીમાર અને અપંગ ૧૭૫ વ્યકિતઓને શિયાળુ પાક કચોરીયાનું વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ઁ લેબોરેટરીના સહયોગથી બીપી અને ડાયાબીટીસ નિશુલ્ક નિદાન કેમ્પ પણ યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનવવા વેસ્ટ સેકટર કો-ઓર્ડીનેટર શોભનાબા ઝાલા, કલબ પ્રમુખ પ્રીતીબેન દેસાઈ, વાઈસ પ્રેસિડેન્ટ ધ્વ્નીબેન મારશેટ્ટી, સેક્રેટરી મયુરીબેન કોટેચા, ટ્રેઝરર નયનાબેન બરા સહિતના સભ્યોએ હાજરી આપી હતી.

(1:36 pm IST)