Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

કાલાવડના નવાગામ નજીક નાનાવડાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર સંપન્ન

નવાગામ (કાલાવડ) તા.૩૧ : કાલાવડ તાલુકાના નવાગામ પાસે આવેલા નાનાવડાળા ગામે રાજકોટની સુપ્રસિધ્ધ કણસાગરા મહિલા કોલેજ દ્વારા એનએસએસ કેમ્પ દરમિયાન પશુરોગ નિદાન કેમ્પ, એકયુપ્રેસર સારવાર, હાસ્યની હુંસાતુંસી સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

કે.એસ.એન કણસાગરા મહિલા કોલેજ તથા સુરક્ષા સેતુ સોસાયટી તથા સૌરાષ્ટ્ર યુનિ.ના સંયુકત ઉપક્રમે નાનાવડાળા ગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્પેશ્યલ કેમ્પમાં વ્યસનમુકિત, બેટીબચાવો અને બેટી પઢાવો, સ્વચ્છતા અને વિવિધ ગામના લોકોને સાંકરી અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે. જીવનમાં ભણતર સાથે ગણતર ખૂબ જ જરૂરી છે કેમકે આજના સમયમાં ઓલરાઉન્ડર પર્સનાલીટીની જરૂરીયાત છે. મે બહેનોને એવુ જ માર્ગદર્શન આપ્યુ છે કે ભણતર નોલેજ માટે છે પરંતુ પ્રેકટીકલ નોલેજ માટે ગણતર જરૂરી છે કે કેવી રીતે ફિલ્મ ઉપર કામ થાય છે. લોકો સાથે કેવી રીતે જોડાવુ તથા લાંબા સમયે તેઓને ખૂબ જ મદદરૂપ થશે. હું દિકરીઓને એ સંદેશો આપવા માંગુ છુ. કોઇ એવી વસ્તુઓ નથી જે મહિલાઓ કરી શકિત નથી. જરૂરીયાત મહેનત કરવાની, આત્મવિશ્વાસની તથા જરૂરીયાત ડેડીકેશનની છે.

નાગરીક તરીકેની તાલીમ વર્ગખંડમાં મેળવવા કરતા જયારે સમાજની વચ્ચે જઇને તેમના પ્રશ્નો જાણીને સાથે રહીને મેળવવામાં આવે તે ખરી કેળવણી છે. તેવુ અમે માનીએ છીએ. વધુમાં અમારા પ્રતિનિધિ હર્ષલ ખંધેડીયા સાથેની વાતચીત દરમિયાન કણસાગરા પ્રોફેસર અને એનએસએસના પ્રોગ્રામ ઓફીસર ડો.યશવંતભાઇ ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે એન.એસ.એસ.ના કેમ્પને અમે શિક્ષણની પ્રવૃતિ જ ગણીએ છીએ. કણસાગરા મહિલા કોલેજની ચાર દિવાલમાં જે જ્ઞાન મળે છે તે પુસ્તકનું શિક્ષણ છે. તે ડીગ્રીનું જ્ઞાન છે અને અહિયા દિકરીનુ ખરા અર્થમાં ઘડતર થાય છે. લોકોની સાથે રહીને લોકોના પ્રશ્નો સમજી તથા સેવાકીય કાર્યો કરે છે અને અભ્યાસની સાથે સમાજનો અનુબંધ થશે. રાષ્ટ્રીય સેવા યોજના કેમ્પનો હેતુ સરકારના સંકલ્પ હોય કે ગામડામાં બેટી બચાવો બેટી પઢાવો, વ્યસન મુકિત, સાક્ષરતા, અંધશ્રધ્ધા નિવારણ વગેરે એનએસએસ કાર્યક્રમના માધ્યમથી ગામ લોકો સુધી છેવાડાના માનવી સુધી વાતો પહોચાડી શકીએ જે સંકલ્પ સાથે એનએસએસનો ત્રીજો કેમ્પ કરેલ છે.

દિકરીઓ પોતે પણ સંકલ્પ સિધ્ધ કરે છે અને લોકોને સંકલ્પ સિધ્ધ કરવા પ્રેરે છે. ગામમાં વિકાસના કામો તો થાય છે પરંતુ સાથોસાથ આવા રાષ્ટ્રીય સેવા યોજનાના કામ થવા જોઇએ હર્ષલ ખંધેડીયા સાથેની વાતચીત દરમિયાન કણસાગરા કોલેજની વિદ્યાર્થીનીએ જણાવ્યુ હતુ કે અમે નાના વડાળા ગામે એનએસએસ કેમ્પમાં આવ્યા છીએ. એનએસએસ એટલે રાષ્ટ્રીય ભાવના સમાજની સેવા કરવી, ભણતરની સાથે ગણતર ખૂબ જ જરૂરી છે અમારી કોલેજમાં ભણતરની સાથે ગણતર અપાઇ છે. કોલેજમાં ઇતર પ્રવૃતિઓ પણ કરાઇ છે. આ કેમ્પમાં અમને ઘણુબધુ નવુ નવુ જાણવા શિખવા મળ્યુ છે.

(11:35 am IST)