Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

દ્વારકા જગતમંદિરે દર્શન કરતા ઝીમ્બાબ્વેના વેપાર ઉદ્યોગમંત્રી મૂળ ગુજરાતી રાજ મોદી

દ્વારકા તા.૩૧ : દ્વારકા આવેલ આફ્રીકા પ્રદેશના ઝીમ્બાબ્વેના વેપાર અને ઉદ્યોગ મંત્રી સુરેન્દ્રનગરના મૂળ વતની રાજ મોદી તથા પરિવારે દ્વારકાધીશના દર્શન કરી સાંજની સંધ્યા આરતી કરી હતી. પાદુકા પૂજન કર્યુ હતુ.

તેમની મુલાકાત દરમિયાન આગેવાનો નિર્મળ સામાણી, પરેશ ઝાપરીયા, ચંદુભાઇ બારાઇએ સાથે શુભેચ્છા મુલાકાતમાં મોદીએ જણાવ્યુ કે, ઝીમ્બાબ્વેમાં ગુજરાતીઓ અને ભારતીયો માટે વેપાર ઉદ્યોગની ખૂબ જ સારી તક છે. રાત્રી રોકાણ કરી સવારે દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર મંદિરોમાં દર્શન કર્યા હતા તેમની સાથે મુળ જામનગરના અને હાલ સુરેન્દ્રનગર રહેતા ડો.દિપક હિંડોચા સાથે જોડાયા હતા.

(11:33 am IST)