Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ફરી તાળપત્રી ગેંગ સક્રિયઃ ચાલતા ટ્રકનું સીલ તોડી ૯૦ હજારની ચીજ-વસ્તુ ગાયબ કરી

વઢવાણ,તા.૩૧: ધ્રાગધ્રા-માલવણ હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક ટ્રક લુંટાવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. ત્યારે વારંવાર ટ્રક લુટાવાના કિસ્સા પોલીસ પેટ્રોલીંગ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે ધ્રાગધ્રા હાઇવે પર શિયાળાની કડકડતી ઠંડીમાં અનેક ટ્રકોમાં લુટાઇ રહ્યા છે જેમા એક તાળપત્રી ગેંગનો એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે તાળપત્રી ગેંગ દ્વારા ટ્રકમાં લગાવેલા સિલ તોડીને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ છનન કરી નાખી છે. 

વિગતો અનુસર ધ્રાગધ્રા-માલવણ હાઇવે પર ૨૭ડીસેમ્બરના રોજ ડી.માઁ મોલ કંપનીનો માલ-સમાન લઇને ટ્રક નંબર જીજે૨૩એટી૦૨૨૯ના ચાલક હરીશભાઇ ગોસાઇ ખેડાથી ગાંધીધામ જવા માટે રવાના થયા હતા જયારે રાત્રીના ૧૧:૦૦થી ૧૧:૩૦ વાગ્યાના સુમારે ધ્રાગધ્રા કુડા ચોકડી પાસે વચ્છરાજ હોટેલ પર તેઓ પહોચી ચા-પાણી કરવા માટે ટ્રક ઉભો રાખતા માલુમ પડ્યું હતું કે પોતાના બંધબોડીના ટ્રકની પાછળના ભાગે સીલ તોડીને અંદર ભરેલો માલ-સામાન ગાયબ થયો છે જેથી તુરંત તેઓએ ધ્રાગધ્રા તાલુકા પોલીસનો સંપકઁ કયોઁ હતો પોલીસ તથા ટ્રક ચાલક દ્વારા તપાસ કરતા અંદરથી સીલ તોડી ૮૬૪૬૦ની  ચીજ-વસ્તુઓ ગાયબ હતી જેથી ટ્રક ચાલક દ્વારા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધી હતી આ તરફ તાળપત્રી ગેંગ ફરી પોતાની કરતૂત દેખાડી હોવાનો અંદાજો લગાવાયો છે.

આ વખતે બંધ બોડીની ટ્રક હોવા છતા પણ પાછળ ભરેલા સિલને તોડી માલ-સામાનની ચોરી કરતા હવે તાળપત્રી ગેંગનો સક્રિયતામા વધારો થયો હોવાનું જણાય છે બીજી તરફ વારંવાર ટ્રકોમાથી કિમતી ચીજ-વસ્તુઓની ચોરી થતા પોલીસ પેટ્રોલીંગ પર અનેક સવાલો ઉઠાવતા ટ્રક ચાલકો દ્વારા પોલીસ સમક્ષ રોષ વ્યકત કર્યો હતો.

(11:22 am IST)