Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

બીજા દિ'એ પારો વધુ ગગડયોઃ ૪ થી ૧૦ ડીગ્રી ભારે ઠંડી

શિયાળાના અસલી મિજાજે સૌરાષ્ટ્ર-કચ્છ ધ્રુજી ઉઠ્યાઃ લોકો ઠુઠવાઇ ગયાઃ ૯ શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી નીચેઃ શિયાળાની જમાવટ

ગોંડલના ખોડીયારનગરમાં તડકે બેસીને તાપણાની મોજ માણતા લોકો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)

રાજકોટ તા.૩૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર કડકડતી ઠંડીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આજે પણ શિયાળાના અસલી મિજાજના દર્શન થતા લોકો ધ્રુજી ઉઠયા છે આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૪.૪ ડિગ્રી, નલીયા ૫.૪, ભુજ ૭.૬, અમરેલી ૮.૦, ન્યુકંડલા ૮.૪, રાજકોટ ૯.૦, જુનાગઢ ૯.૪, ડીસા ૯.૬, જામનગર ૧૦.૦, ગાંધીનગર ૧૦.૫ ડિગ્રી સાથે આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૯ શહેરોમા લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી નીચે પહોંચી જતા લોકો ઠુંઠવાઇ ગયા છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઇ રહ્યા છે.

જુનાગઢ

જુનાગઢઃ આજે વર્ષ-૨૦૧૯ના વિદાયની ઘડીઓ ગણાય રહી છે ત્યારે જુનાગઢના ગિરનાર પર રેકોર્ડ બ્રેક ૪.૪ ડિગ્રી કાતિલ નોંધાતા આ પર્વત ઠીંગરાય ગયો છે.

ત્યારે જુનાગઢમાં ૯.૪ ડિગ્રી ઠંડીથી શીતલહેર ફરી વળી છે.

ગઇકાલે સપ્તાહના પ્રથમ દિવસે જુનાગઢનું તાપમાન ૧૦.૪ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો વધુ એક ડિગ્રી નીચે ઉતરીને ૯.૪ ડિગ્રીએ સ્થિર થતાં સમગ્ર જુનાગઢ વિસ્તારમાં આજે હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ છે.

જુનાગઢની ૯.૪ ડિગ્રી ઠંડીની સાથે ગિરનાર પર્વતનું તાપમાન ઘટીને ૪.૪ ડિગ્રી થઇ ગયુ છે. જેના કારણે થર્ટી ફર્રની ઉજવણી કરવા આવેલા પ્રવાસીઓ કાતિલ ઠંડીને લઇને મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

આજની ઠંડીથી ગિરનાર પર્વતના પગથિયા-પથ્થરો પણ બર્ફીલા થઇ જતાં પર્વતીય વિસ્તારમાં તીવ્ર ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.  ગિરનાર ખાતે ઠંડો પવન પણ ફુંકાતા યાત્રિકો વધુ ઠુઠવાય ગયા હતા.

જૂનાગઢમાં આજની તીવ્ર ઠંડીને કરણે જનજીવનને ભારે અસર થઇ છે અહિંના સકકરબાગ ઝુમાં પ્રાણીઓ,પક્ષીઓને ઠંડી સામે રક્ષણ આપવા વિશેષ પગલા હોવાની ફરજપડી છે.

સવારે વાતાવરણમાં ભેજ ૬૫ ટકા અને પવનની ઝડપ ૫.૪ કિમીની રહી હતી.

જામનગર

જામનગરઃ શહેરનુ આજનુ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી, મહતમ ૨૩ ડિગ્રી, ભેજ ૬૧ ટકા અને પવનની ઝડપ ૪.૯ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

વઢવાણ

વઢવાણઃ ઝાલાવાડ પંથકમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા જનજીવન પ્રભાવિત સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનો જોરદાર ચમકારો સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડા પવનો ફુંકાતા પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે  અને આ હાડ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું ઠંડીથી બચવા લોકો તાપણાના સહારે પંથકમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી પડતી કડકડતી ઠંડીથી શિયાળો તેના અસલી મિજાજમાં આવ્યો હોય તેમ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ધ્રુજી ઉઠયા છે અને પંથક પર અસહ્ય ઠંડીનું મોજુ ફરી વળતા અપડાઉન કરતા નાના વાહન ચાલકો વહેલી સવારે કાંપતા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે થી ત્રણ દિવસથી ઠંડીનો પારો ઉંચકાતા હોય તેવું લાગી રહ્યુ છે. આથી જોરદાર ચમકારો લોકોને સહન કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સુસવાટા મારતા ઠંડા પવનોથી શિતલહેર છવાઇ ગઇ છે અને કોલ્ડવેવની સ્થિતિ સર્જાય હોય તેમ સવારે મોડે સુધી જનજીવન અસ્તવ્યસ્ત રહે છે અને લોકો મોડે સુધી સાલ, સ્વેટર કે મફલર ટોપામાં સજ્જ જોવા મળે છે. જેથી દિવસ દરમિયાન લોકો ગરમ કપડા પહેરવાની ફરજ પડી રહી છે. તીવ્ર ઠંડીના કારણે સવારે સ્કુલ જતા બાળકોને ભારે પરેશાની થઇ રહી છે, તો કામ અર્થે જતા લોકો પણ વાહનમાં ઠંુઠવાતા નજરે ચડયા તેમજ મુંગા અબોલ જીવો પણ કોકળુ વળલા જોવા મળે છે. આમ હાડ થીજાવતી કડકડતી ઠંડી સાથે સુસવાટા મારતા પવનોથી જનજીવન ખાસુ પ્રભાવિત થયુ છે જે કોલ્ડવેવની અસર સમગ્ર જીવો પર વર્તાઇ રહી છે ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઇ રહ્યા છે.

કયાં કેટલું લઘુતમ તાપમાન

શહેર

લઘુતમ

તાપમાન ડિગ્રી

ગિરનારપર્વત

૪.૪

''

નલીયા

પ.૪

''

ભુજ

૭.૬

''

અમરેલી

૮.૦

''

ન્યુ કંડલા

૮.૪

''

રાજકોટ

૯.૦

''

જુનાગઢ

૯.૬

''

ડીસા

૯.૬

''

પોરબંદર

૧૦.૦

''

જામનગર

૧૦.૦

''

ગાંધીનગર

૧૦.પ

''

મહુવા

૧૧.૯

''

અમદાવાદ

૧૧.૬

''

દિવ

૧ર.ર

''

વલ્લભ વિદ્યાલય

૧ર.૩

''

વલસાડ

૧.૩

''

વેરાવળ

૧૩.૧

''

દ્વારકા

૧૪.૧

''

ઓખા

૧૭.૪

''

(10:53 am IST)