Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

મોરબીમાં સાત વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખનાર નરાધમ ત્રણ દિવસના રિમાન્ડ પર

સિરામિક એકમમાં કામ કરતા હવસખોરે 7 વર્ષની માસૂમને હવસનો શિકાર બનાવી

મોરબીના સિરામિક એકમમાં કામ કરતા હવસખોર શખ્શે સાત વર્ષની માસૂમને હવસનો શિકાર બનાવી હોય જે ફરિયાદ બાદ તુરંત પોલીસે આરોપીને કારખાના નજીકથી ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે

મોરબીના નીચી માંડલ પાસે આવેલી એક સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની ૭ વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની સાત વર્ષની દીકરી બપોરના સુમારે રમવા જવાનું કહીને ગઈ હતી અને બાદમાં જમવા સમયે તેને શોધવા જતા તે દેખાઈ ના હતી અને મજૂરોની ઓરડીમાં રહેતો આરોપી મોહરસિંગ ઉર્ફે મામુ જમુનાપ્રાસાદ રહે મૂળ એમપી વાળો હાલ મોરબી નામનો શખ્શ તેની સાત વર્ષની દીકરીને રૂમમાં લઇ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોય અને ફરિયાદી જોઈ જતા આરોપી નાસી ગયો હતો

જે ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસની ટીમે આરોપી મોહરસિંગ ઉર્ફે મામુ જમુનાપ્રસાદ નામના શખ્શને ઝડપી લીધો હતો અને આજે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે

(12:28 am IST)