Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

કચ્છ માટે ર૦૧૮નું વર્ષ કલંકિત : અકસ્માતમાં ૭૧ ના મોત

કચ્છ જીલ્લામાં જેમ ભૂકંપની સમસ્યા માથે તોળાતી હોય છે તેમ હવે અકસ્માતનું પણ ગ્રહણ લાગ્યું

ભૂજ, તા. ૩૧ : ભચાઉ માટે રવિવાર રકતરંજિત સાબિત થયો હતો. ત્રિપલ અકસ્માતમાં ૧૦ જણાનો ભોગ લેવાયો હતો. માત્ર રવિવાર જ નહિ, કચ્છ માટે સમગ્ર ૨૦૧૮માં વર્ષ અકસ્માતનું ગ્રહણની જેમ બની રહ્યું હતું. આ વર્ષમાં કચ્છ જિલ્લામાં અનેક એકિસડન્ટ થયા છે, જેમાં મૃત્યુઆંક ૭૧નો છે. કચ્છ જિલ્લામાં જેમ ભૂકંપની સમસ્યા માથે તોળાતી હોય છે, તેમ હવે અકસ્માતનું ગ્રહણ પણ લાગી ગયું છે. ૨૦૧૮માં સમગ્ર વર્ષ દરમિયાન કચ્છમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી છે.

ર૦૧૮ના વર્ષની  વાત કરીએ તો

-વર્ષના પ્રારંભે ૧૪ જાન્યુઆરીના રોજ ભુજના લોરિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં રાજકોટના ધોરાજીના એકસાથે નવ નવ યુવકોનાં દ્યટનાસ્થળે મોત થયા હતા

-૨૮ જાન્યુઆરીની રાત્રે ભચાઉના વોંધ પાસે ટ્રેલર સાથે કાર અથડાતાં ગાંધીધામના એક જ પરિવારના ચાર લોકોનાં મોત

-૨૧ ફેબ્રુઆરીએ હળવદ પાસે અર્ટિકા કાર ડમ્પરમાં દ્યૂસી જતાં કંડલા પોર્ટના જૂનિયર ઈજનેર જોસેફ ચાકો, તેમની પત્ની અને કાર ડ્રાઈવર સહિત ૩ લોકોના મોત

- ૧૫ એપ્રિલના રોજ ભચાઉના શિકરા પાસે શુભપ્રસંગે ટ્રેકટરમાં બેસીને જતાં પટેલ પરિવારના ટ્રેકટર સાથે ખાનગી બસ ટકરાતાં ૧૦ લોકોના મોત

- નિર્માણાધીન અધૂરા રોડના કારણે ટ્રેકટરચાલકે રોંગસાઈડ પર વાહન હંકારવાનું શરૃ કરતાં આ એકિસડેન્ટ થયો

-૨૮ એપ્રિલના રોજ ગાંધીધામથી પરત ધ્રાંગધ્રા જતી મ્યુઝિકલ પાર્ટીની જીપ માળિયા પાસે પલટી જતાં ૩ લોકોના મોત

- ૧૦ મેનાં રોજ ભુજના કનૈયાબે નજીક ટ્રક અને મારૃતિ સ્વિફ્ટ વચ્ચે એકિસડેન્ટ થતાં કારમાં સવાર બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત

- ૨૫ જૂનનાં રોજ હળવદના રણજીતગઢ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં રાપરના ત્રણ યુવકોના મોતઙ્ગ

- ૧૮ જૂલાઈના રોજ રાપરના લાકડીયા ગામે આવેલા દેવસ્થાનના દર્શન કરી સીએનજી ઈકો કારમાં પરત જતો રાજકોટનો સોની પરિવાર રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા નજીક ટ્રક સાથે ટકરાયો હતો. બાદ કારમાં આગ ફાટી નીકળતાં

-કારમાં સવાર ચાલક સહિત તમામ ૯ લોકો જીવતાં ભુંજાયાં હતા

- ૫ મી ઓગસ્ટના રોજ ભુજ તાલુકાના દેશલપર વાંઢાય નજીક માતેલા સાંઢ જેવી ધસમસતી આવતી ટ્રકે છકડાને ટક્કર મારતાં તેમાં બેઠેલાં ૬ ખેતમજૂરો કાળનો કોળિયો.

-૫ ઓગસ્ટના રોજ રાપરની આડેસર ચેકપોસ્ટ પાસે મધરાત્રે સર્જાયેલાં ટ્રીપલ એકસીડેન્ટમાં ભચાઉના માલધારી પરિવારનાં ૪ લોકોનાં મોત

-૨૮ સપ્ટેમ્બરના રોજ રાપરના પલાંસવા અને માખેલ હાઈવે પર જીપ પલટી જતાં બે સગા ભાઈ સહિત ચાર લોકોનાં મોત

-૨૮મી ડિસેમ્બરે નખત્રાણાના મંગવાણા-ગઢશીશા રોડ પર ડમ્પર સાથે પીક અપ વાન અથડાતાં લાગેલી ભીષણ આગમાં વાનમાં બેસેલાં ૩ લોકો જીવતાં ભડથું થયાં

-૩૦ ડિસે. ભચાઉ ચિરઈ ટ્રિપલ અકસ્માતમાં ૧૦ ના મોત.

 

(12:40 pm IST)