Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

કોટડાપીઠામાં પતિને કામ ન મળતાં કંચનબેન કોળીએ ઝેરી ટીકડી પીધી

રાજકોટ તા. ૩૧: બાબરાના કોટડાપીઠા ગામે રહેતી કંચનબેન વિજય ખીચડીયા (ઉ.૩૦) નામની કોળી પરિણીતાએ ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તેણીના લગ્ન દસ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પતિ હીરા ઘસવાનું કામ કરે છે. હાલમાં પતિને પુરતુ કામ મળતું ન હોઇ ઘરમાં આર્થિક ભીંસ રહેતી હોવાથી કંટાળીને આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી.

ખાનપરમાં રસિલાબેન કશીયા દાઝી ગયા

બાબરાના ખાનપરમાં રસિલાબેન જયંતિભાઇ કશીયા (ઉ.૩૬) વાડીએ ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયા ત્યારે શોર્ટ સરકિટને કારણે ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

(12:30 pm IST)