Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ધોરાજી ખાતે કેબલ ઓપરેટર યુનિયન દ્વારા આવેદન

ધોરાજીઃ ટ્રાઈ દ્વારા પે ચેનલ મા તોતીંગ ભાવ વધારો લાદવામાં આવતા ધોરાજી કેબલ ઓપરેટર યુનિયનના અઝીમભાઈ છાપાવાળા, રસિકભાઈ જાગાણી, રાજુભાઈ, સહિતના દ્વારા ધોરાજી પ્રાંત કચેરી ખાતે ટ્રાઈ દ્વારા થયેલ ભાવ વધારાનો વિરોધ સાથે આવેદન પત્ર આપી રજઆત કરાઈ હતી. આવેદન પત્રમાં જણાવેલ કે ટ્રાઈનો હુકમ તદ્યલખી નિર્ણય છે. ટ્રાઈ એ પ્રથમ ગ્રાહક સુરક્ષા મંડળ, સરકારી સંસ્થાઓ, એનજીઓ સાથે ચર્ચા કરવી જોઇએ. ગ્રાહકને મળતું મનોરંજન મોંદ્યુ પડશે અને ૫૦૦થી ૭૦૦ સુધી પૈસા ચૂકવવા પડે તે અસહ્ય બની રહેશે. સરકાર લોકો પાસેથી અબજો રૂપિયા ખંખેરવા નો ખેલ ચાલાકી પૂર્વક કરી રહી છે. ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે મનોરંજન દોયલું બની રહશે. આ સમયે ધોરાજીના તમામ કેબલ ઓપરેટર ઉપસ્થિત રહ્યા હતા.(તસવીર કિશોર રાઠોડ)(૨૨.૬)

(12:21 pm IST)