Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

વલ્લભીપુર પાસે મીની બસ અને ટ્રક ટકરાતા ૯ વિદ્યાર્થીઓને ઇજા

ભાવનગર તા.૩૧: ભાવનગર નજીક વલ્લભીપુર પાસે મીનીબસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા નવ વિદ્યાર્થીઓને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયેલ છે.

વિગતો મુજબ ભાવનગરનાં દિહોર ગામની સ્કૂલના બાળકો વિદ્યાર્થીઓની સાથે શિબિરમાં જતાં હતાં ત્યારે તેઓની ખાનગી મીની બસ સાથે ટ્રક અથડાતાં મીનીબસમાં બેઠેલા બાળકો પૈકી નવ બાળકો ને ગંભીર ઇજા થતાં તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ  થતાં જ વલ્લભીપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

ઇજા પામનારમાં (૧) મકવાણા હર્ષદ ગુગાભાઇ (ઉ.વ.૧૪) દિહોર,(ર) જાળેલા ભયલુ શિવાભાઇ (ઉ.વ.૧૪) નેસવાડ, (૩) ચોવડીયા ધાર્મિક સામંતભાઇ (ઉ.વ.૧૩) ભદ્વાવડ, (૪) ગોહિલ હસમુખ પ્રાગજીભાઇ (ઉ.વ.૧૩) શિહોર, (૫) સોવઢીયા દર્શન સામંતભાઇ (ઉ.વ.૧૦) ભદ્રાવડ, (૬) બારૈયા અલ્પેશ રાજેશભાઇ (ઉ.વ.૧૭), (૭) બોડીયા મિલન સુરેશભાઇ (ઉ.વ.૧૩) નેસવડ , (૮) ઘનશ્યામસિંહ નારૂભાઇ (ઉ.વ.૪૦ મામસી, (૯) પાર્થ પરશોતમભાઇ જાળીલા (ઉ.વ.૧૩) નેસવડ છે.(૧.૮)

(12:18 pm IST)