Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

આજે શરદપૂર્ણિમા : લક્ષ્મીપૂજન અને દુધ -પૌવાની પ્રસાદીનો મહિમા

દિપાવલી પહેલા લક્ષ્મી માતાજીનું પૂજન કરવાનું મહત્વ : કોરોના મહામારીના કારણે શરદોત્સવ રાસ-ગરબા કાર્યક્રમો રદ

રાજકોટ,તા. ૩૧: આજે આસો સુદ પૂનમ એટલે કે શરદપૂર્ણિમા આ દિવસે લક્ષ્મીપૂજા, દુધ-પૌવાની પ્રસાદી સહિતનું વિશેષ મહત્વ છે.

કોરોના મહામારીના કારણે દર વર્ષે યોજાતા શરદોત્સવ રાસ-ગરબાના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સાદગીપૂર્ણ શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.

આજે રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલીને શીતળ અમૃતધારા વહાવશે. માન્યતા છે કે દીપાવલી પહેલા મા લક્ષ્મીનું સ્વાગત કરવાનો આ વિશેષ અવસર છે.

શરદપૂનમની રાત્રે લક્ષ્મીપૂજન કરવું, શ્રીયંત્રનું પૂજન કરવું શ્રેષ્ઠ છે. તેનાથી નિર્ધનતાનો નાશ થાય છે. સાંજના સમયે પોતાના ઘેર લક્ષ્મીજીના સિક્કા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજન કરવું, શરદપૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલી, માનવ કલ્યાણ અર્થે ઔષધિઓ ઉપર અમી વરસાવે છે. એટલે તો આયુર્વેદમાં એને ઔષધિનાર્થ કહેવાય છે.

આ દિવસે ચોખાની ખીર બનાવીને પાત્ર પર ચોખાની ખીર બનાવીને પાત્ર પર જાળીવાળુ કપડું ઢાંકીને તે પાત્ર રાતે ખુલ્લા આકાશમાં અગાસી પર મૂકવું, દૂધ, ચોખા (પૌવા) અને ખડી સાકર ત્રણેય મા લક્ષ્મીને પ્રિય છે. બીજે દિવસે સવારે સ્નાન કર્યા બાદ ખીરને મા લક્ષ્મીના પ્રસાદના રૂપમાં પરિવારના બધા સદસ્યોને વહેચવું આ દૂધ પૌવા ખાવાથી સ્વાસ્થ્ય રૂપી સંપદા અને આરોગ્ય રૂપી વરદાન પ્રાપ્ત થાય છે.

આજના દિવસે ચંદ્રમાનો પૂર્ણ પ્રકાશ પડે એ રીતે ખુલ્લી અગાસીમાં પતાસા રાખી એનો ઉપયોગ કરવાથી ઉનવા, બાળકોને પેટ -પેશાબની ગરમી દૂર થાય છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ : ગોંડલ અક્ષર મંદિર ખાતે નો શરદ પૂર્ણિમા મહોત્સવ આ વખતે કોરોના મહામારીના નિયમોનાં પાલન સાથે વિશિષ્ટ રીતે ઉજવાશે જેમાં અમદાવાદ પાસે આવેલા નેનપુર ખાતે બિરાજમાન બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજય મહંત સ્વામી મહારાજે આજે સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ દરમિયાન લાઈવ પ્રસારણ દ્વારા વૈશ્વિક મહાપૂજામાં સૌને દર્શન અને આશીર્વાદ આપ્યા હતા.  આજના દિને ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય નિમિત્ત્।ે બીએપીએસના દેશ વિદેશમાં વસતા તમામ સંતો-હરિભકતો પોતપોતાના મંદિર કે ઘરેથી જ એકસાથે આ વૈશ્વિક મહાપૂજામાં જોડાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરશે. ફરીથી રાત્રે ૮:૦૦-૧૧.૦૦ વાગ્યે શરદપૂર્ણિમાની મુખ્ય સભા http://shabha.baps.org પર લાઈવ થશે.

દ્વારકા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા : દ્વારકાધીશ જગત મંદિરમાં આજરોજ શરદ પૂર્ણિમાને અનુલક્ષ્ીને ઠાકોરજીને પરંપરાગત શારદોત્સવ દર્શન સાથેની કાર્યક્રમ જગત મંદિર પરિસરમાં યોજાયો છે. જગત મંદિરમાં ઠાકોરજીને સફેદ વસ્ત્રોમાં વિવિધ અલંકારો સાથેનો ભવ્ય શ્રૃગાર વારાદાર મુરલીભાઇ પુજારી, નેતાજી પુજારી દ્વારા કરાયો હતો. સાંજે મહાઆરતી તેમજ ભગવાનને મહાભોગમાં દુધ-પૌવાનો મહાપ્રસાદ ભાવિકોને અપાશે રાત્રીના આઠ વાગ્યે પુજારી પરિવાર ઠોકરજીના સ્વરૂપ સાથે રાસોત્સવની રંગત માણશે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : આજે સ્વામિનારાયણ મંદિર ખાતે પૂ. મહંત સ્વામીનો સાનીધ્યમાં ઓનલાઇન શરદપૂર્ણિમા ઉજવાશે.

આજની સભામાં ધોરાજીમાં ૨૦૦ થી વધુ હરિભકતો ઓનલાઇન સોશ્યલ ડિસ્ટનીંગ સાથે જોડાશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરનો શ્રી સ્વામિનારાયણ વિદ્યાસંકુલ પરમ પૂ. કે.પી. સ્વામીના સાનિધ્યમાં આસ્થાની જ્યોતને વર્યુઅલ સેતુના સથવારે શરદપૂર્ણિમા ઉજવાશે.

(11:33 am IST)
  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST