Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામે નવ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર ૧૫ વર્ષના કૌટુંબિક ભાઈ સામે ગુનો : કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરાશે

જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. કૌટુંબિક ભાઈએ ૯ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે. હાલમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ કર્યા છે.

       પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના લાલપુર તાલુકામાં કુટુંબી ભાઈએ નવ વર્ષની બાળકી ઉપર સગીરાના ઘરમાં કોઇ ન હોય કૌટુંબિક ભાઇએ પોતાની હવસ સંતાષવા પોતાની જ કૌટુંબિક બહેનની લાજ લુંટી લીધી હતી. અને બાદમાં આરોપી ભાઇ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બાદમાં સગીરાએ પોતાના પરિવારજનોને આ વિશે જાણ કરી હતી. ત્યારે સૌપ્રથમ બાળકીને લાગી ગયું હોવાથી રક્તસ્ત્રાવ થયાનું જાહેર કરાયું હતું, પરંતુ જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં લઈ જવાતા તેણીની સાથે દુષ્કર્મ થયું હોવાનો કિસ્સો સામે આવતા તબીબો અને પોલીસ તંત્ર ચોંકી ઉઠયું હતું, અને આખરે ભોગ બનનારની માતા દ્વારા બાળકીના પિતરાઇ ભાઇ સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.નાની રાફુદળની સીમમાં રહેતા પરિવારમાં બન્યો બનાવનાના એવા ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે. લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા એક પરિવારની નવ વર્ષની એક બાળકી ગઈકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં પોતાની વાડીની ઓરડી પાસે રમી રહી હતી, જે સ્થળે તેનો પિતરાઈ ભાઈ કે જે ભાઈ બહેન બન્નેના પિતા સગાભાઇઓ થાય છે અને વાડી પણ બાજુમાં આવેલી છે, જેના કારણે દરરોજ સાથે રમતા હતા. તે સગા પિતરાઈ ભાઈ બહેન વચ્ચે પવિત્ર બંધન ને લાંછન લગાડતી ઘટનાને પિતરાઇ ભાઇએ જ નવ વર્ષની બહેન પર કુકર્મ આચર્યું હતું જેને લઇને પોલીસે ૧૫ વર્ષીય કાયદાથી સંઘર્ષ કિશોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે  આરોપી ની અટક કરેલ છે.  કોવિડ ટેસ્ટ પછી વિધિવત  ધરપકડ કરવામાં આવશે. આરોપી ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે

(10:32 am IST)
  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 1 નવેમ્બરના રોજ બિહારના પ્રવાસે : છપરા , સમસ્તીપુર ,પૂર્વ તથા પશ્ચિમ ચંપારણમાં ચૂંટણી સભા સંબોધશે : મુખ્યમંત્રી નીતિશકુમાર ,તથા જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જોડાશે : પોલીસ ડિપાર્ટમેન્ટ ,બોમ્બ નિરોધક સ્ક્વોડ ,સહિતની ટિમો સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ access_time 8:31 pm IST