Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જૂનાગઢના સાસણમાં સિંહ દર્શન કરવા આવેલી વિદેશી યુવતીની છેડતી :અજાણ્યા યુવકે અશ્લીલ ચેનચાળા કર્યા

યુવતીએ મેંદરડા પોલીસમાં અરજી આપતા અજાણ્યા યુવકનો શોધખોળ

જૂનાગઢના સાસણમાં સિંહ દર્શન કરવા માટે આવેલી વિદેશી યુવતીને કડવો અનુભવ થયો છે આ  યુવતી સાસણ નજીક ફોટોગ્રાફી કરતી હતી એ દરમિયાન એક અજાણ્યા બાઇક ચાલકે તેની છેડતી કરી હતી

               આ અંગે યુવતીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, જેમાં તેણીએ જણાવ્યું કે અજાણ્યો યુવક તેને દૂરથી અશ્લિલ ચેનચાળા કરતો હતો. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા યુવકની શોધખોળ હાથ ધરી છે.

               અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા વિરામ બાદ સાસણમાં સિંહદર્શન માટે પાર્ક ખુલ્લો મુકાયો છે. એવામાં ટૂરિસ્ટની છેડતીની ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે  છેડતી કરનાર યુવક સામે કડક પગલા લેવામાં આવેતેવી સ્થાનિક લોકોએ પણ માંગ કરી છે 

 
(11:08 pm IST)