Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જામનગરનાં ફલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન - વરસાદથી ઉભા પાકનો સોથ વળી ગયો

ફલ્લા તા.૩૧ : જામનગર તાલુકાના ફલ્લા ગામે તા.ર૯-૧૦-૧૯ને બપોરબાદ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો. જોરદાર પવન ફુંકાયો હતો. પવનની સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

પવન અને વરસાદથી ખેડુતોને પારાવાર નુકસાન થયુ છે. ખેતરમાં ઉભેલા મગફળી કપાસી તલી અને શાકભાજીનાં મોલને ખુબ જ નુકસાન થયુ છે.

ફલ્લા ઉપરાંત નજીકના ગામો ખીલોસ, રણજીતપર, નાનીલાયાણી, મોટી લાયાણી, ચાવડા, જામનગરના ગામો, બેરાજા, બારાડી, વાવડી, નરોડા, રામપર, નાની બાણુગાર જેવા ગામોનાં ખેતરમાં ઉભેલ કપાસ મગફળી, તથા એરંડા શાકભાજીનાં પાકના સોથ બોલી ગયો છે. આનાથી ખેડુતોને પારાવાર નુકસાન થયું છે. ખેડુતોના હોઠે આવેલો કોળીયો જુટવાઇ ગયો છે.

(1:18 pm IST)