Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જોરાવરનગરની રાસમંડળીની બસને અજમેર પાસે અકસ્માતઃ ર મોત

કપચી ભરેલ બંધ ટ્રક પાછળ બસ ઘુસી ગઇઃ ૧પ યુવકો બિહાર કાલી મહોત્સવમાં જતા હતા ત્યારે દુર્ઘટના

વઢવાણ, તા.૩૧: જોરાવરનગરના રાસમંડળીના ૧૫ યુવાનો રાજકોટ અને મહેસાણાની રાસમંડળીઓ સાથે બિહારમાં ભાઇબીજના દિવસે યોજાનાર કાલી મહોત્સવમાં ભાગ લેવા જઇ રહ્યાં હતા. અજમેરથી ૧૫ કિલોમીટર દુર રસ્તા પર બંધ પડેલા કપચી ભરેલા ટ્રક પાછળ બસ દ્યુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જોરાવરનગર રાસમંડળીના બે વ્યકિતઓના મોત થયા હતા. અન્ય રાસમંડળીના સભ્યોને પણ નાનીમોટી ઇજાઓ થઇ હતી. જોરાવરનગરની ભરવાડ માલધારી રાસમંડળી ગુજરાત નહીં જ પરંતુ સમગ્ર દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ભાઇબીજના દિવસે બિહારમાં યોજાનાર કાલી મહોત્સવમાં આ રાસમંડળીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

શનિવારે રાજકોટની મહિલા રાસમંડળની સાથે જોરાવરનગર અને મહેસાણાની રાસમંડળી સહિત કુલ ૫૦થી સભ્યો બિહાર જવા રવાના થયા હતા. ત્યારે દિવાળીના દિવસે વહેલી સવારે અજમેરથી અંદાજે ૧૫ કિલોમીટર દુર રસ્તા બંધ પડેલા કપચી ભરેલા ટ્રક પાછળ બસ દ્યુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જોરાવરનગર રાસમંડળીના રાજુભાઇ અને વિજયભાઇ નામના બે વ્યકિતઓના મોત થયા હતા જયારે બસમાં સવાર અન્ય લોકોને પણ નાનીમોટી ઇજાઓ થઇ હતી. વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યુ છે. જોરાવરનગરના વતની અને હાલઙ્ગ રાસમંડળીના આગેવાન રમેશભાઇએ વહેલી સવારે અકસ્માત અંગે જાણ કરતા જયપુરથી એક ટીમ મદદ માટે મોકલાઈ હતી. દ્યાયલોને હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયા હતા તેમજ મૃતકોના પોસ્ટમોર્ટમ માટેની વિધી કરી મૃતદેહને વતન મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(1:13 pm IST)