Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કચ્છમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં ૭ મોત

ભુજ,તા.૩૧: કચ્છમાં તહેવારો દરમ્યાન બનેલા અકસ્માતના અલગ અલગ બનાવોમાં ૭ ના મોત નિપજયા હતા. ભુજમાં ટ્રકે હડફેટે લેતાં પતિ પત્નીની જોડી ખંડીત થઈ હતી. માંડવીના પીપરી ગામના ચન્દ્રીકાબેન કાનજી સંદ્યારનું અને તેમની સબંધીની પુત્રી ત્રણ વર્ષની તુલસી હરેશ સંદ્યારનું અરેરાટીભર્યું મોત નીપજયું હતું.

જયારે પતિ કાનજીભાઈ અને તેમની ત્રણ મહિનાની પુત્રીને ગંભીર ઈજાઓ થઈ થતી. ભુજના કોટાય ગામે બાઇક સ્લીપ થતાં બાઇક ચાલક ભગુભાઈ પુંજા ગાગલ (ઉ.૪૩, કુનરિયા) નું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજયું હતું. નખત્રાણા હાઇવે ઉપર દેવપર ગામ પાસે પુર ઝડપે દોડતી રીક્ષા પલ્ટી ખાઈ જતાં હંસાબેન હરિલાલ ધરડા (ઉ. ૬૨, નખત્રાણા) નું દ્યટના સ્થળે જ મોત નીપજયું હતું.

ભચાઉના છાડવારા ગામે બાઇકની હડફેટે આવી જતાં આશા આણદા માતા નામની ૮ વર્ષની બાળકીનું મોત નીપજયું હતું. સામખીયાળી ગામે બનેલા બીજા બનાવમાં પોતાને વતન જવા હાઇવે ઉપર વાહનની રાહ જોતી વખતે ટ્રક નીચે આવી જતાં રમેશ રંગનાથ પંચાલનું મોત નીપજયું હતું. વણથંભ્યા ચાલુ રહેલા અકસ્માતના વધુ એક બનાવમાં અંજારના ખેડોઈ ગામ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતાં લખીબેન તેજા બાવડીયા નામના ૪૨ વર્ષના મહિલાનું મોત નીપજયું હતું.

(11:50 am IST)