Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ધોરાજી નજીક બાઇક સ્લીપ થઇ જતાં પારડીના ત્રણ બહેનના એક જ ભાઇ ચંદુ મકવાણાનું મોત

દિવાળીની રાતે નાનાના ઘરે જામજોધપુર જતી વખતે બનાવ : સાથે બેઠેલા મામાના દિકરા રાજકોટના અજય વાઘેલાને ઇજા

રાજકોટ તા. ૩૧: દિવાળીની સાંજે ધોરાજી નજીક એકાદ કિ.મી. આગળ રોયલ સ્કૂલ પાસે બાઇક સ્લીપ થઇ જતાં બાઇકસ્વાર રાજકોટ લોધીકાના પારડીના ચંદુ રમેશભાઇ મકવાણા (વણકર) (ઉ.વ.૨૨) તથા સાથેના તેના મામાના દિકરા ગંજીવાડામાં રહેતાં  અજય કરસનભાઇ વાઘેલા (ઉ.૨૧)ને ઇજાઓ થતાં ધોરાજી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન ચંદુ મકવાણાનું મોત નિપજતાં પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ધોરાજી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચંદુ ત્રણ બહેનમાં બીજો અને એકનો એક ભાઇ તથા પરિવારનો આધાર સ્તંભ હતો.ત ે કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. ચંદુ અને મામાનો દિકરો અજય દિવાળીની રાતે બાઇક પર બેસી જામજોધપુર અજયના નાનાજીના ઘરે જવા નીકળ્યા હતાં અને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. જેમાં ચંદુએ જીવ ગુમાવતાં કલ્પાંત સર્જાયો હતો.

(11:45 am IST)