Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ગામની શાન સમા ઓવરબ્રીજ ઉપર અંધારા!!

અનેક રજુઆતો નેશનલ ઓથોરીટીના કાને સંભળાતી જ નથીઃ સરપંચ ઠુંમર લાલધુમ

જેતલસરઃ જેતલસર ગામના બસ સ્ટેન્ડ પર થી જ પસાર થતાં ઓવરબ્રીજની તમામ લાઈટો છેલ્લાં દોઢ-બે મહિનાથી બંધ હોવાના કારણે રાત્રીના અંધારપટ છવાઈ જાય છે.

આ બાબતે ગામના સરપંચ પિયુષભાઇ જેન્તીભાઈ ઠુંમર જણાવ્યું હતું કે ગામની શાન એવા ઓવરબ્રીજની લાઈટો બંધ હોવાનું સંબંધિત નેશનલ ઓથોરિટી ઉપરાંત જેતપુર ટીડીઓ, રાજકોટ જિલ્લા પંચાયત સહિતના લાગતા વળગતા સત્ત્।ાધિશોને અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. પણ હજુ સુધી યોગ્ય થયું નથી.

સરપંચે રોષભેર એવું પણ જણાવ્યું હતું કે, જેતલસરમાં રાજકારણીઓની સંખ્યા વધુ છે. પણ જયારે પ્રજા વિકાસની કે તકલીફોની સમસ્યા ઉભી થાય ત્યારે તે કદી જાગતા નથી. અહીંની નેતાગીરી નબળી પડતી હોવાનો સરપંચશ્રી ઠુંમરે સાક્ષેપ કર્યો હતો.

મોનિંર્ગ તેમજ ઈવનિંગ વોક માટે ઓવરબ્રીજની ફુટપાથનો ઉપયોગ કરનાર મહિલા વર્ગ સહિતના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો લાઈટો તાકિદે શરૂ કરવામાં આવે તો અકસ્માતનો ભય ઓછો કરી શકાય તેમ છે.

(11:40 am IST)