Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જામનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી-માર્ચ પાસ્ટ પરેડ યોજાઇ

જામનગર, તા. ૩૧ : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે જીલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી એકતા દોડ તથા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન કરવામાં આવેલ. જેમાં જીલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

રન ફોર યુનિટી જામનગર પોલીસ હેડ કવાટર્સના પરેડ ગ્રાઉન્ડમાં સવારે ૬-૦૦ વાગ્યે યોજાઇ હતી. જેમાં સૌ પ્રથમ આમંત્રીત મહેમાનો તથા રન ફોર યુનિટમાં ભાગ લેનાર સ્પર્ધકો દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ ગ્રહ બાદ મહાનુભાવ તથા જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લીલીઝંડી બતાવી, પોલીસ હેડ કવાટર્સ, પરેડ ગ્રાઉન્ડથી રન ફોર યુનિટી એકતા દોડનું પ્રસ્થાન કરાવવામાં આવશે. જે એકતા દોડ સાત રસ્તા સર્કલ-લાલ બંગલા સર્કલ-ટાઉન હોલ સર્કલ-તીન બતી સર્કલ-અંબર ચોકડી, જી.જી. હોસ્પિટલ રોડ થઇને ડી.કે.વી. ચોકડી બાદ વિરલ બાગ થઇ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે. જેમાં વિજેતા સ્પર્ધકોને સર્ટીફીકેટ આપીને સન્માનીત કરાયું હતું. આ રન ફોર યુનિટીના રૂટ ઉપર સ્પર્ધકો માટે પાણી તથા લીબું પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ મેડીકલ ટીમને પણ હાજર રાખવામાં આવેલ છે. ઉપરાંત વેપારી મંડળો, પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, એનસીસી, કેન્દ્રીય સુરક્ષા દળના અધિકારી-કર્મચારીઓ, સ્પોર્ટ ઓફીસર અને રમતવીરો, ફ્રેન્ડ ઓફ પોલીસ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ, તેમજ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, રોટરી કલબ, લાયન્સ કલબ, રન ફોર યુનિટીમાં ભાગ લેનાર છે.

એકતા, અખંડતા અને સુરક્ષાની ભાવનાને મજબૂત બનાવવા લાખોટા તળાવ, જામનગર ગેઇટ નંબર-૧ પાસેથી પરેડ માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પોલીસ અધિકારી-કર્મચારી, માઉન્ટેંડ યુનિટ, કેન્દ્રીય સુરક્ષા દળો, હોમગાર્ડ, એનસીસી કેડેટ ડોગ સ્કોડનાઓ પોલીસ બેન્ડની સુરાવલી સાથે પરેડ માર્ચપાસ યોજાઇ હતી.

(9:53 am IST)