Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

પોરબંદરના ઓડદરમાં જૂથ અથડામણ અને હત્યા અંગે પ મહિલાઓ ઝડપાઇ

અન્ય નાસી ગયલા ૪ આરોપી શખ્સોને પકડવા પોલીસ દ્વારા શોધખોળઃ ખેતર પાસે પાર્કિંગ સંબંધે ડખ્ખોઃ સામ સામી પોલીસ ફરિયાદો

પોરબંદર તા.૩૧: પોરબંદરના ઓડદર ગામે ખેતર પાસે પાર્કિંગ પ્રશ્ને જૂથ અથડામણ બાદ હત્યા સંબંધે સામસામી પોલીસ ફરિયાદ નોંધાયેલ છે. આ બનાવ સંબંધે પોલીસે મીણાબેન ઓડેદરા, લીલુબેન રામદે ઓડેદરા, ચેતનાબેન દેવશી, જેઠાબેન વેજા તેમજ સામે પક્ષે થયેલ ફરિયાદ માં દર્શાવેલ આરોપી માલીબેન લખુભાઇને ઝડપી લીધેલ છે.

ઓડદરની જૂથ અથડામણ અને હત્યાનાં઼ બનાવમાં બાબર હાજા ઓડેદરાએ આરોપી ગાંગા વજસી ઓડેદરા, વેજા વજસી, હાજા વજસી, દેવસી ઓડેદરા, હમીર ઓડેદરા, મીણીબેન, લીલુબેન, ચેતનાબેન તથા જેઠીબેન સામે પોલીસ ફરીયાદ નોંધાવીને જણાવેલ કે રામાપીરના મંદિર પાસે રામાપીર મંડપ યોજાનાર હોય તે બાબતે જાહેર જગ્યાની સફાઇ કામ સંબંધે ડખ્ખો થયો હતો ત્યારબાદ ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યા બાદ હૂમલામાં જેસબ હાજા ઓડેદરાની હત્યા થયેલ હતી.

આ બનાવમાં સામે પક્ષે પોલીસ ફરીયાદ રામદે વેજાએ નોંધાવીને જણાવેલ કે આરોપી હાજા રાજા, બાબર રાજા, રામા હાજા જખરા હાજા, જેસલ હાજા, તથા વિક્રમ લખુ, સુભાષ લખુ અને માલીબેન લખુ એ ખેતરની જમીન પાસે જાહેર જગ્યામાં દિવાળી હોય દિવાલ અડીને કોઇ કરવાનું નથી તેમ કહેતા ડખ્ખો થયેલ અને આરોપીઓએ ભાલા તલવાર લાકડી વડે હૂમલો કરેલ હતાં.(૧.૧૩)

(11:51 am IST)