Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

મોરબીના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા ગંદકી અને ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ ;પાલિકા કચેરીએ હંગામો મચાવ્યો

કલાકો સુધી હંગામો કર્યો હતો જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી

 

મોરબીના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા, ગંદકી અને ઉભરાતી ગટરના પ્રશ્નો મામલે આજે વિવિધ વિસ્તારના રહીશોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં ઉભરાતી ગટરના ગંદા પાણી ઘરોમાં ઘુસી જતા હોય છે જેથી ત્રાહિમામ રહીશો આજે કચેરીએ દોડી ગયા હતા તે ઉપરાંત મોરબીના રવાપર રોડ પર વી માર્ટ શો રૂમ પાછળ ગંદકીના પ્રશ્ને રહીશોએ પાલિકા કચેરીએ હંગામો કર્યો હતો અને ગંદકીના મુદે પાલિકા કચેરીએ કલાકો સુધી હંગામો કર્યો હતો જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડ્યો હતો પાલિકા પ્રમુખે મહેન્દ્રપરા વિસ્તારમાં ગંદકી અને ઉભરાતી ગટર મુદે આજે રાત્રીથી કામ શરુ કરવાની ખાત્રી આપી હતી જેથી ટોળાએ રાહતનો શ્વાસ લીધો હતો

 મોરબીના નવલખી રોડ પરના શ્રદ્ધાપાર્ક પાછળ આવેલ બોડાસર વાડી વિસ્તારમાં રોડ રસ્તા દયનીય હાલતમાં હોય જે મામલે ટોળું પાલિકા કચેરી પહોંચ્યું હતું અને પાલિકા તંત્રને રજૂઆત કરીને તાકીદે રસ્તા રીપેરીંગ માટેની રજૂઆત કરી હતી અને ટોળાએ ભારે હંગામો કર્યો હતો

મોરબીની પખાલી શેરીમાં મૃત ઢોર મામલે પાલિકા તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવતી ના હોય જેથી એક દિવસ પૂર્વે પખાલી શેરીના રહીશો મૃત ઢોર પાલિકા કચેરી પાસે નાખી ગયા હતા

(12:43 am IST)