Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

મોરબીના મહેન્દ્રનગર ગામે પોલીસે બે સ્થળે જુગારનો દરોડા : આઠ પત્તાપ્રેમીઓ પકડાયા

 

મોરબીના મહેન્દ્રનગર ગામે પોલીસે બે સ્થળે રેડ કરીને કુલ આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે

   મોરબીના મહેન્દ્રનગર ગામે શીતળામાં મંદિર પાસે જુગારની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને જુગાર રમતા રાજેશ દેવજી પરમાર, દેવકરણ કરશન પરમાર, રાજેશ રમેશ સનારીયા, દયાલજી જગાભાઇ પરમાર અને ઘનશ્યામ મગનભાઈ સનાવડા એમ પાંચને ઝડપી લઈને ૧૧,૦૦૦ ની રોકડ જપ્ત કરી છે જયારે મહેન્દ્રનગર ગામે અન્ય સ્થળે જુગાર રમતા અજય રમેશ સનારીયા, રમણીક મુળજી સાપરીયા અને સુનીલ પ્રવીણ પરમાર એમ ત્રણને ઝડપી લઈને ૨૭૦૦ ની રોકડ જપ્ત કરી છે

(12:42 am IST)