Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

મોરબી પાસે મહિલાનું માથુ છુંદી ક્રુર હત્યા

વાંકાનેર પાસે અપહૃત બાળકની લાશ મળ્યા બાદ વધુ એક મહિલાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા મોરબી પોલીસ તંત્રમાં દોડધામ : પરપ્રાંતીય મહિલાની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટઃ પોલીસ કાફલો ઘટના સ્થળે

રાજકોટ, તા., ૩૧: મોરબીના જુના જાંબુડીયા પાસે આજે બપોરે એક મહિલાની ક્રુર હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના જાંબુડીયા ગામ પાસે આવેલ ઓલવીન સિરામીક પાછળ એક મહિલાની લાશ પડી હોવાની પોલીસમાં જાહેરાત થતા મોરબી તાલુકાના પીએસઆઇ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ તપાસમાં મૃતક મહીલા પરપ્રાંતીય હોવાનું અને પથ્થરથી તેનું માથુ છુંદી ક્રુર હત્યા કરાયાનું ખુલ્યું હતું. પોલીસે મૃતકની લાશને પીએમ માટે હોસ્પીટલમાં ખસેેડવા તજવીજ હાથ ધરી છે. મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વાંકોનરના ઠીકરીયાળી ગામના અપહૃત પ્રિન્સની આજે હત્યા કરાયેલમાં લાશ મળ્યા બાદ મોરબીના જાંબુડીયા પાસે પણ મહિલાની ક્રુર હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા મોરબી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

(3:29 pm IST)