Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ખંભાળીયામાં રાષ્ટ્રીય ખેલ દિવસ ફીટ ઈન્ડિયા કાર્યક્રમ સંપન્ન

વડાપ્રધાનશ્રીના લાઈવ કાર્યક્રમ દર્શકોએ નિહાળ્યો

દેવભૂમિ દ્વારકા તા.૩૧ : દેશભરમાં હોકીના મહાન ખેલાડી અને મેજર ધ્યાનચંદના જન્મદીન નિમિત્ત્।ે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગ રૂપે રાજય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત ૨૯ ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખંભાળીયા નગરપાલિકા હોલ ખાતે કલેકટરશ્રી ડો.નરેન્દ્વકુમાર મીના અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પી.એસ.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં રસાખેચ સ્પર્ધાઓ યોજાય હતી જેમાં કલેકટર દ્વારા ટોસ કરીને તેમની શરૂઆત કરવામાં આવી હતી અને આ સ્પર્ધા જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાની ટીમ ફાઇનલમાં જીત મેળવી હતી. ત્યાર બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિલ્હી ખાતેથી ઇન્ડિયા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું પ્રધાનમંત્રીશ્રીએ ફિટનેસના મંત્રને જીવનમાં ઉતારી દૈનિક જીવન ચર્યામાં વ્યાયામના માધ્યમથી પોતે નીરોગી સ્વસ્થ રહી નવા ભારતને ઊર્જાવાન, નિરોગી અને ફીટ ઇન્ડિયા બનાવવા  અપીલ કરી હતી.  તેમણે જયોતીન્દ્ર દવેના પોતાના શરીર પર કરેલ હાસ્ય પ્રસંગોને યાદ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ખંભાળીયા નગરપાલીકા પ્રમુખશ્રી શ્વેતાબેન શુકલ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મનિષ બંશલ, અધિક નિવાસી કલેકટર એ.બી.પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાઘેલા,  પ્રાથમિક શિક્ષણાધિકારી વાઢેર, રમત ગમત અધિકારીશ્રી રાવલીયા, ખંભાળીયા પ્રાંત અધિકારી જોશી, ખંભાળીયા મામલતદાર કથીરીયા, તથા શાળા/કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

(1:09 pm IST)