Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ચોકી એસઆરપી તાલીમ કેન્દ્ર ખાતે નેશનલ સ્પોર્ટસ-ડેની ઉજવણી

જુનાગઢ : ભારતને ઓલમ્પીકમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ અપાવનાર હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મદીન 'નેશનલ સ્પોર્ટસ ડે' તરીકે ઉજવાય છે તે સૌ જાણીએ છીએ. જેની ઉજવણીના ભાગરૂપે રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી ખાતે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ અને રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી વચ્ચે વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય એમ.એમ. અનારવાલા, તાલીમ સંસ્થાના ઉપાચાર્ય અને નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. પટેલ, પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.કે. ટાંક, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એસ. ખાંધલા તેમજ એ.ડી.આઇ.શ્રીઓએ રાષ્ટ્રવીર છેલભાઇ દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(1:09 pm IST)