Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ધોરાજીના પાટણવાવ ઓરમ ડુંગરે માત્રી માતાજીના સાનિધ્યમાં આયોજીત મેળામાં જનમેદની

ધોરજી,તા.૩૨:ધોરાજીના પાટણવાવ ગામે ઓસમ ડૂગર ખાતે આવેલ માછલીમાં આ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે ભાદરવી અમાસ નો લોકમેળો યોજાય છે જેના ભાગરૂપે ઓસમ પર્વતની તળેટી ખાતે ભાદરવી અમાસ નિમીતે ગામપચાયત પાટણવાવ દ્વારાં ભવ્ય લોકમેળાનું  આયોજન કરાયૂ છે

જેમાં શુક્રવારના રોજ સવારે ૦૮ૅં૦૦ કલાકે ઓસમ પર્વત ઉપર આવેલ માત્રી માના મંદિરના મહંત શ્રી જયવંત પુરી ગુરુ રમેશ પુરી મહારાજના સાનિધ્યમાં સવારમાં શોભાયાત્રા નિકળી હતી જે શોભાયાત્રા ગામમાં વાજતે-ગાજતે પસાર થઇ માત્રી માંના મંદિર ખાતે પહોંચી હતી બાદ સવારે ૧૦:૦૦ કલાકે માત્રી માના મંદિરના મહંત શ્રી જયવંત પુરી મહારાજ ના અધ્યક્ષ સ્થાને કેબીનેટ મત્રી જયેશ ભાઈ રાદડીયા તથા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂક,તાલૂકા પંચાયત પમૂખ નીતાબેન રસીકભાઈ ચાવડા, કિશોરભાઈ રાઠોડે,ભરતભાઈ બગડા, નયન ભાઈ કૂહાાડીયા ,શિક્ષણવીદ નિલેશભાઈ મકવાણા ની ઉપસ્થિતી ઉદૅધાટન કરી ને પારંભ કરાયો હતો

પાટણવાવ ઓસમ ડૂગર ની તળેટી ખાતે પરપરાગત ગામીણ સંસ્કૃતિ ને ઉજાગર કરતા ત્રણ દિવસીય અમાસી લોકમેળા ની મોજ માણવા માટે ભારતભર માથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે

ઓસમ ડૂગર ખાતે આવેલ માત્રી માતાજી મંદિરે ભાવીકો દશન કરી ને ધન્યતા અનુભવે છે ઓસમ ડૂગર ખાતે ભાવીકો માટે રહેવા જમવાની સગવડો કરાઈ છે.

ઓસમ ડૂગર તળેટી ખાતે ત્રણ દિવસીય લોકમેળા મા અવનવા ફજત ફાળકા,રમકડા આઇસકીમ સ્ટોલો,મનોરંજન સ્ટોલો લોકમેળા નૂ આકષણ નૂ કેન્દ બની રહેલ છે આ ભવ્ય ગામીણ વિસ્તાર ના મોટા લોકમેળા ની મોજ માણવા યૂવા યુવતી ઓ સહિત ની મોટી મેદની ઉમટી ને મેળા ની મોજ માણી રહેલ છે

આજે બીજા દિવસે લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું

ઓસમ ડૂગર તળેટી ખાતે ત્રણ દિવસીય અમાસી લોકમેળા મા કાયદો અને વ્યવસ્થા સ્થિતી જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસે વડા બલરામ મીના ની સુચના માગદશન તળે ધોરાજી ના સી.પીઆઇ વિજય જોષી પાટણવાવ પીએસઆઇ રાણા તથા પોલીસ સ્ટાફે બંદોબસ્ત ગોઠવ્યો.

ઓસમ ડૂગર તળેટી ખાતે ત્રણ દિવસીય લોકમેળા મા આવક જાવક કરવા માટે એસટી તંત્ર દ્વારા એસટી બસો ની વ્યવસ્થા કરાઈ છે.

(1:07 pm IST)