Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ચોટીલા હોસ્પિટલમાં તા. પંચાયતના ભાજપના મહિલા સભ્યને લાઇનમાં ઊભા રહેવાનું કહેતાં પુત્રે કર્મીને માર્યોઃ સમાધાન માટે દોડ ધામ....

વઢવાણ, તા.૩૧: ચોટીલા સરકારી હોસ્પિટલે સારવાર માટે આવેલા તાલુકા પંચાયતના ભાજપના મહિલા સદસ્યને લેબ ટેકિનશિયને લાઇનમાં ઉભા રહેવાનું કહેતા કર્મચારી સાથે બબાલ થઇ હતી. અને ત્યાર બાદ મહિલા સદસ્યના પુત્રએ આવી કર્મચારી સાથે ઝપાઝપી કરી માર માર્યો હોવાની ઘટના બનતા ચોટીલા પંથકમાં ચકચાર મચી ગઇ છે. જો કે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ભાજપના આગેવાનો દોડી આવ્યા હતા અને સમાધાન કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.ઙ્ગ

ચોટીલા સરકારી હોસ્પિટલમાં શુક્રવારે સવારના સમયે તાલુકા પંચાયતના મહિલા સદસ્ય સારવાર માટે આવ્યા હતા. જયાં ડોકટરે તેમને લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા જણાવ્યું હતું આથી મહિલા સદસ્ય લેબમાં રિપોર્ટ કરાવવા માટે ગયા હતાં જયાં કર્મચારીએ તમે લાઇનમાં ઉભા રહો ક્રમ આવશે એટલે તમારો રિપોર્ટ કરી આપીશ તેમ કહેતા મહિલા સદસ્યએ લાઇનમાં ઉભા રહેવાનો ઇન્કાર કરી દીધો હતો. અને અગાઉ પણ ઇમરજન્સીમાં સારવાર કરાવી હોય તાત્કાલીક રિપોર્ટ કરી આપવા કહ્યું હતું પણ કર્મચારીએ ના પાડતા મહિલા સદસ્યએ તેમના પુત્રને ફોન કરી બોલાવ્યો હતો. અને  મહિલા સદસ્યાના પુત્રએ લેબમાં દોડી આવી કર્મચારી કાંઇ સમજે તે પહેલા જ સીધી ઝપાઝપી કરી કર્મચારીને માર મારતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી. અને લેબોરેટરીની આસપાસ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. કર્મચારીને માર માર્યા બાદ પણ સત્ત્।ાના કેફમાં રહેલા મહિલા સદસ્યએ ઉલટા ચોર કોટવાલ કો ડાંટે તેમ કર્મચારીને ધમકી આપતા જણાવ્યું કે તારી ખુરશી જ નહીં રહેવા દઉ તેમજ હોસ્પિટલની બહાર જોઇ લેવાની પણ ધમકી ઉચ્ચારી હતી. હોસ્પિટલના કર્મચારીને માર મારવાનો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ભાજપના રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા અને બંને પક્ષને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

(1:05 pm IST)