Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

જસદણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાણી બચાવવા જાગૃતિ અભિયાન યોજાયું

જસદણ તા. ૩૧:રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૩થી રાજકોટ અને અમરેલી જિલ્લાના જસદણ, વીંછિયા અને બાબરા ના ગામોમાં ગ્રામ વિકાસના કામો થઈ રહેલ છે.વિસ્તારની મુખ્ય સમસ્યાને ધ્યાન માં રાખીને રિલાયન્સ દ્વારા પાણીથી સલામત ગામો થાય તે બાબતે વિવિધ પાણી રોકવાની કામગીરી હાથે ધરાયેલ છે. જેનો માટી પાળા, ચેક ડેમ, બંધપાળા વગેરેનો સમાવેશ થાય છે. પાણીની તંગી, આ સમસ્યાને પહોંચી વળવા માટે અલગ અલગ પ્રયોગોનું પણ અખતરા કરવામાં આવી રહેલ છે જેની ફેરો સિમેન્ટ ટેકનોલોજીથી પાણી રોકવાનો અખતરો ખૂબ જ સફળ રહ્યો છે જે આવનાર સમયમાં વધુ માં વધુ ખેડૂતો સુધી પહોંચી શકાશે..

ફેરો સિમેન્ટ ટેકનોલોજીથી પાણી સંગ્રહ કરવાની ૫૦,૦૦૦ લિટર સુધીની ટાંકી અને ચેકડેમ આ વિસ્તારમાં બનાવેલ છે. આ ટેકનોલોજી ખુબજ સસ્તી અને ટકાઉ છે અને ઓછા કુશળ લોકોથી પણ પાણીની ટાંકી બનાવી શકાય છે. બાબરા તાલુકાનું વાંકીયાં ગામમાં રિલાયન્સ કંપની દ્વારા ફેરો સિમેન્ટ ચેકડેમ બનાવેલ છે જેની બાંધકામ કિંમત પરંપરાગત ડિઝાઇનના ચેકડેમ કરતા ખૂબ જ ઓછી છે અને લગભગ ૩૦ થી ૪૦ ટકા રકમની બચત થયેલ છે. થયેલ કામની સફળતા પછી આ ટેકનોલોજી વધુ ગામમાં પહોંચી શકે તે માટે અલગ અલગ ગામના ૧૦ યુવાનોને ફેરો સિમેન્ટ બાંધકામ માટે ૧૦ દિવસનું તાલીમ આપેલ છે.

(11:56 am IST)