Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

બગસરામાં ઝવેરચંદ મેઘાણી જયંતીની ઉજવણી : હેમંત ચૌહાણ સહિતના સન્માન

બગસરા તા.૩૧ : ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિતે રસધાર અસ્મિતા સન્માન ૨૦૧૯નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ભજન સાધક હેમંત ચૌહાણ તથા ખ્યાતનામ લોક ગાયક ચેતન ગઢવીનો સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં મુંબઇ પધારેલ સુનીલભાઇ સોની બગસરાના વતની અને સાહિત્યકાર તથા મેઘાણીના ભકત રણછોડભાઇ મારૂ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રથમ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ન.પા.ના ઉપપ્રમુખ નિતેષ ડોડીયા દ્વારા પ્રાસંગીક પ્રવચન કરેલ. સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા હેમંત ચૌહાણ તથા ચેતન ગઢવીને રશ્મીનભાઇ ડોડીયા, પ્રમુખ રસીલાબેન પાથર, નિતેષભાઇ ડોડીયા, ન.પા.ના સભ્યો દ્વારા સન્માન કરાયુ હતુ. ત્યારબાદ સુનીલભાઇ સોની તથા ગૌરાંગભાઇ સોની દ્વારા મેઘાણીના સાહિત્યનુ રસપાન કરાયુ હતુ તેમજ હેમંત ચૌહાણ ભજન ગાઇને લોકોને આકર્ષીત કર્યા હતા મેઘાણી હાઇસ્કુલના આ કાર્યક્રમને ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી ગાંધીનગર દ્વારા આર્થિક સહયોગ મળ્યો હતો મેઘાણીના પાદચિહનો પર ચાલનાર મેઘાણી ભકત રણછોડભાઇ મારૂએ આકર્ષણ જમાવ્યુ હતુ. મેઘાણી હાઇસ્કુલના પ્રિન્સીપાલ શેખવા સાહેબ શાળા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને એનસીસી યુનિફોર્મ સાથે સલામી આપી હતી. કાર્યક્રમનુ સંચાલન સ્નેહી પરમારે કર્યુ હતુ.

(11:49 am IST)