Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ભાવનગરમાં સ્ટેટ જીએસટી વિભાગની બોગસ બિલીંગ સંદર્ભે કાર્યવાહીમાં રની ધરપકડ

ભાવનગર તા.૩૧: અમદાવાદ ખાતેના હ્યુગો મેટલના ધંધાના સ્થળે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સ્થળતપાસ કરવામાં આવેલ. જેમાં હ્યુગો મેટલના નામે માલની ભૌતિક લેવડ-દેવડ વિના વેરાશાખની ગેરકાયદેસર તબદીલી સારૂ ફકત બિલો જ ઇસ્યુ કરેલ હોવાનુ ધ્યાને આવેલ. આ ઉપરાંત હ્યુગો મેટલના દર્શાવેલ માલિક વિમલ ગોસ્વામી દ્વારા તેના સગાના નામે દત્તાત્રેય કોર્પોરેશનના નામે જીએસટી રજીસ્ટ્રેશન મેળવવામાં આવેલ. દત્તાત્રેય કોર્પોરેશન નામની પેઢીમાં પણ માલની ભૌતિક લેવડ દેવડ વિના વેરાશાખની ગેરકાયદેસર તબદીલી સારૂ ફકત બિલો જ ઇસ્યુ કરેલ છે. આ બન્ને પેઢીઓમાં અંદાજે રૂ.૬૭ કરોડના બોંગસ બીલીંગના વ્યવહારો થયેલ હોવાનુ ખુલ્યુ હતુ.

આ પેઢીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ બોગસ બિલોના આધારે ખોટી વેરાશાખ ભોગવનાર લક્ષ્મીનારાયણ ઇમ્પેક્ષનો નોંધણીનંબર વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને ઓથોરાઇઝડ વ્યકિત તરીકે તથા વિજય ચંદ્રકાંત ત્રીવેદીને પ્રોપરાઇટર તરીકે દર્શાવી મેળવવામાં આવેલ. દરોડાની કામગીરી દરમ્યાન શાંક મરીન સર્વીસીસ પ્રા.લી.ના ડિરેકટર અને લક્ષ્મીનારાયણ ઇમ્પેક્ષના ધંધાના વહીવટ સંભાળતા ઓથોરાઇઝડ વ્યકિત વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ બે દિવસ સુધી તમાસ અધિકારી સમક્ષ હાજર થયેલ નથી.

તેથી ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ એકટ-૨૦૧૭ અને કેન્દ્રીય ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્ષ એકટ-૨૦૧૭ની કલમ-૬૯ અન્વયે લક્ષ્મીનારાયણ ઇમ્પેક્ષના ઓથોરાઇઝડ વ્યકિત વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ અને માલિક વિજય ચંદ્રકાંત ત્રીવેદીની તા.૩૦-૮-૨૦૧૯ના રોજ ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓને ભાવનગર ખાતેની નામ.કોર્ટમાં રજુ કરતાં કોર્ટે તેઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. આ કેસોમાં વધુ તપાસની કામગીરી હાલ ચાલુમાં છે અને બોગસ બીલીગના અનેક કરોડના વ્યવહારો મળી આવવાની સંભાવના છે.(૧.૪)  

(11:47 am IST)