Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

હળવદમાં દીકરીના જન્મની ઉજવણી શ્રમજીવી પરિવારના બાળકો સાથે કરી

હળવદમાં વીંધણી પરિવારમાં દીકરીનો જન્મતા શ્રમજીવી પરિવારના બાળકોને ભોજન કરાવી દીકરીના જન્મને વધાવ્યો હતો તે પ્રસંગની તસ્વીર

હળવદ,તા.૩૧:બેટી બચાઓ બેટી પઢાઓ હાલમાં આ સુત્ર સારી રીતે સફળ થઈ રહ્યું છે ત્યારે વહાલી દિકરી યોજના સરકાર ચલાવી રહી છે . દિકરી બચાવવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે હળવદમાં બેટીનો જન્મ થતા તેના પિતાએ તેને ખુશી ખુશીથી વધાવી હતી. અને શ્રમજીવી પરિવારના ૨૫૦ બાળકોને ભરપેટ ભોજન કરાવ્યું હતું અને દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી હતી.

અત્યારના સમયમાં જયારે લોકો દીકરાઓને પ્રાથમિકતા આપી રહ્યા છે ત્યારે સરકાર વહાલી દીકરી નામની યોજના ચલાવી લોકોને જાગૃત કરે છે દીકરી બચાવો ત્યારે હળવદમાં પિતાએ દીકરીનો જન્મ થતાં લોકોને ખૂબ સારો સંદેશ આપ્યો છે. આ તકે તેના પિતા ફેસબુક ફેમસ અજુજુભાઈને વિચાર આવ્યો હોય કે જો હું દિકરી જન્મના માનમા કંઇક નવું કરું તો લોકોને કાંઈક સંદેશ મળે તે માટે તેણે ૨૫૦ જેટલા શ્રમજીવી પરિવારના બાળકોને ભરપેટ ભોજન કરાવ્યું હતું અને પોતાની ખુશી વ્યકત કરી હતી.

આ પ્રકારના કાર્યોથી સમાજમાં હકારાત્મક સંદેશ જતો હોય છે અને અન્ય લોકો પણ પ્રેરણા લેતા હોઈ છે. પુત્રના આ પ્રયાસને પિતા રમેશભાઈ ઠાકોરે પણ આવકારીને ખુશી વ્યકત કરી હતી.

આ કાર્યને સફળ બનાવવા ગ્રુપના વિશાલ જાયસ્વાલ,  સની ચૌહાણ, ઘનશ્યામ બારોટ ,કાળુભાઈ ,મયુર ગાંધી, પાર્થ વેલાણી , મધુરમ ડેલાવાળા વગેરેનો સહયોગ સાંપડ્યો હતો.

(11:47 am IST)