Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્ય સ્મૃતિમાં ટંકારા ખાતે કેમ્પ યોજાયો : ૮૧૩ રકતદાતાઓ દ્વારા રકતદાન

ટંકારા તા.૩૧ : તાલુકામાં સહકારી ક્ષેત્રના અગ્રણી અને ખેડૂત હૃદયસમ્રાટ સ્વ.શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્ય સ્મૃતિમાં મહારકતદાન કેમ્પ સહકારી તથા પંચાયત પરિવાર દ્વારા યોજાયેલ તેમાં કુલ ૮૧૩ રકતદાતાઓએ રકતદાન કરેલ.

મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ખાતે રકતદાન કેમ્પ યોજાયેલ. સંસદ સભ્યશ્રી મોહનભાઇ કુંડલીયા દ્વારા ઉદઘાટન કરાયેલ.

આ પ્રસંગે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, મગનભાઇ વડાવીયા, ધારાસભ્ય લલીતભાઇ કગથરા, ભવાનભાઇ ભાગીયા, સંજયભાઇ ભાગીયા, કીરીટભાઇ, પ્રભુલાલ કામરીયા, માળ સરપંચ ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, ચેતનભાઇ ભૂત, જીતેન્દ્રભાઇ ખોખાણી, આચાર્ય રામદેવજી વગેરે ઉપસ્થિત રહેલ. ટંકારા ખાતે ૨૦૪ રકતદાતાઓએ રકતદાન કરેલ.

પ્રભુનગર (મિતાણા) ખાતે યોજાયેલ રકતદાન કેમ્પનું ઉદઘાટન મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા દ્વારા કરાયેલ. કાંતીભાઇ રઘુભાઇ ભાગીયા, અશોકભાઇ સંઘાણી, કેયુરભાઇ રૈયાણી, ચંદુભાઇ બેડીયા, અતુલભાઇ ભાગીયા, હરૂભાઇ મેરા, પરેશભાઇ ઉજરીયા, કવુભા ઝાલા વગેરે ઉપસ્થિત રહેલ. પ્રભુનગરમાં ભારે ઉત્સાહપુર્ણ વાતાવરણમાં ૨૪૨ રકતદાતાઓને રકતદાન કરેલ.

ટંકારા તાલુકાના સાવડી ગામે સમાજવાડીમાં રકતદાન કેમ્પ યોજાયો. ટંકારા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ભૂપતભાઇ ગોધાણી દ્વારા દિપ પ્રાગટય દ્વારા ઉદઘાટન કરાયેલ.

બેચરભાઇ ઢેઢી, હેમંતભાઇ ભાગીયા, બાબુભાઇ વીસોડીયા, દિલીપભાઇ કાલાવડીયા, કિશોરભાઇ ઢેઢી, હસુભાઇ ઢેઢી, ટપુભાઇ ભાગીયા, વી.એમ.ભાગીયા, કે.કે.પટેલ વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવેલ.

સાવડી ગામે ૧૬૫ રકતદાતાઓએ રકતદાન કરેલ.

લજાઇ ગામે યોજાયેલ રકતદાન કેમ્પનું ઉદઘાટન માર્કેટીંગયાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા દ્વારા દિપપ્રાગટય દ્વારા કરાયેલ. આ પ્રસંગે દલસુખભાઇ બોડા, અમુભાઇ વિડજા, બળવંતભાઇ કોટડીયા, મનસુખભાઇ મસોત, ધનજીભાઇ બાવરવા, રમેશભાઇ કુંડારીયા, નથુભાઇ કડીવાર, રણુભા ઝાલા, પ્રવિણભાઇ ડાકા વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવેલ. લજાઇમાં ૨૦૨ રકતદાતાઓએ રકતદાન કરેલ.

ટંકારા તાલુકાએ ટંકારા પ્રભુનગર સાવડી અને લજાઇ ચાર સ્થળોએ એક સાથે મહારકતદાન કેમ્પ યોજી સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને ભાવભરી શ્રધ્ધાંજલી આપેલ. કુલ ૮૧૩ વ્યકિતઓએ રકતદાન કરેલ. સહકારી પરિવાર રાજકોટ ડી કો.ઓ. બેંક પરિવાર પંચાયત પરિવાર દ્વારા સુંદર આયોજન કરાયેલ. આજુબાજુના ગામના રકતદાતાઓએ નજીક કેમ્પમાં જવા સુવિધા અપાયેલ. રકતદાતાઓને કોફી બિસ્કીટ તથા પ્રમાણપત્ર અને મોમેન્ટો અપાયેલ.

(11:46 am IST)