Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ઢાંકના શ્રી સિધ્ધિ વિનાયક ગણેશ મંદિરે સોમવારે ૧૦૦૮ લાડુનો યજ્ઞ

પોસ્ટકાર્ડ લખવાથી ભકતોના દુઃખ દુર કરતા ગણેશજી મંદિરે ગણેશ ચતુર્થી ભવ્યાતીભવ્ય ઉજવાશે

તસ્વીરમાં શ્રી સિધ્ધિ વિનાયક ગણેશજી તથા તેનુ મંદિર નજરે પડે છે. (તસ્વીરઃ પંકજગીરી ગૌસ્વામી-ઢાંક)

ઢાંક તા. ૩૧ : ઉપલેટા તાલુુકાનુ અતિ પ્રાચિન ગામ એટલે ઢાંક બસ સ્ટેન્ડ નજીક અતિ પ્રાચિન અને પાંચ હજાર વર્ષ પુરાણુ મંદિર શ્રી સિધ્ધિ વિનાયક મંદિર આવેલ છે. અહિંયા સંમ્પુર્ણ શિવ પરિવાર  બિરાજે છે. અહિના ગણપતિ સિંહ ઉપર બિરાજે છે. જેનો દ્વાર આથમણી બાજુ આવેલ છે.

લોકવાયકા પ્રમાણે આપણો દેશ વ્રતો તપો અને ઉત્સવોનો દેશ છે. આપણા દેશના લોકો ઉત્સવ પ્રિય છે. ભગવાન મહાદેવના શ્રાવણ મહિના પછી તર જ  આવે છે તેમના પુત્ર ગણેશજીની ચતુર્થીની મહિમાના દિવસો ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થીનો શુભ અને પવિત્ર દિવસ છે. ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જેમ ભાદરવા સુદ-ચોથથી ચૌદશ એમ દશ દિવસ આ પર્વ ભારે ધામધુમથી ઉજવવામાં આવે છે.

દરેક શુભ કાર્યની શરૂઆત ગણપતિ પુજનથી કરવામાં આવે છે. સૌપ્રથમ ગણપતિજીની સ્થાપના- પુજન પછી જ અન્ય કાર્યો તથા વિધિ કરવામાં આવે છે. ગણપતિ વિઘ્ન હર્તા છે. મંગલ કાર્યો નિર્વિઘ્ને પુર્ણ થાય છે. તે માટે ગણપતિને પ્રથમ પુજવામાં આવે છે. ગણેશનો અર્થ થાય છે  જે સમસ્ત જીવોના ઈશ કે સ્વામી છે. બ્રહ્મા-વિષ્ણુ - મહેશ પણ પોતે પોતાના કાર્યો નિર્વિઘ્ન પાર પડે તે માટે પ્રથમ ગણપતિની પુજા કરે છે.

શિવ તથા પાર્વતિના લગ્ન પહેલા પણ ગણપતિની પૂજા થઇ હતી. પિતાના લગ્નમાં પુત્રનુ પુજન પરંતુ ગણપતિ તો આદિ દેવ છે. શ્રી રામ ચરિત માનસમાં તુલસીદાસે પણ આ વાતની શંકાનુ સમાધાન કરેલ છે. દેવોમાં ગણપતિ આદી છે. શિવ પાર્વતિએ ગણેશનુ વિધિવત પુજન કરેલ હતુ. કારણકે ગણપતિ  પહેલેથી વિદ્યમાન હતા. ભકતોના કાર્યો સરળ રીતે પાર  પડે તે માટે તેમણે વ્યકત તથા અવ્યકત રૂપે સમય પર રૂપ ધારણ કર્યો હતા.

ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિના વિવિધ સ્ત્રોતોનુ મહત્વ પણ જાણીને સંકટ નાશક સ્તોત્રના પાઠ કરવાથી તથા ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવાથી અનેક યાફદાઓ થાય છે. ગણપતિની  પુજા દુર્વાથી કરવામાં આવે છે. લાડુ તેમનુ પ્રિય ભોજન છે. લાડુનો હવન પણ કરવામાં આવે છે. ''ઁ ગં ગણપતયે નમઃ '' કે ''શ્રી ગણેશાય નમઃ'' ના જાપ કરવાથી મનો કામના પુર્ણ થાય છે. ગણપતિ ઉપાસનાથી વિઘ્નો દુર થાય છે. આરોગ્ય-સગપણ-લગ્ન-સંતાન -ધન- વગેરે જેવા લાભો થાય છે.

ગણેશ ચતુર્થી નિમિત્તે ઢાંકના શ્રી સિધ્ધિ વિનાયક મંદિરે સવારે મહાપુજા આરતી કરીને સવારે ૮ વાગ્યાથી યજ્ઞની શુભ શરૂઆત કરવામાં આવશે આ યજ્ઞમાં ૧૦૦૮ લાડુની આહુતી આપવામાં આવશે.

બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ બીડુ હોમાશે મુંબઇ નિવાસી મહેશભાઇનો પરિવાર આ ગણપતિ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે એવુ મંદિરના પુજારી શ્રી ભરતગીરીજી દયાગીરીજી ગોસ્વામીએ જણાવ્યુ હતુ. આ ગણપતિ યજ્ઞનો લાભ લેવા હજારો ભકતો આવે છે અને ગણપતિ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

(11:33 am IST)